૪ મોબાઈલ સહિત ૩૨ હજારનો મુદ્દામાલ કબ્જે
શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઇ એસ બી વસાવા એ પોલીસ સ્ટાફ ના માણસોને સુચના આપેલ તે મુજબપો.હેડ.કોન્સ નરેન્દ્રભાઇ આર ધરડા તથા શિવરાજસિહ પી રાણા ને મળેલ બાતમી મુજબ ભીડનાકા ગેઇટ બહાર દાદુપીર રોડ પર આલમખાન અલીમામદ પઠાણ ના રહેણાક મકાનની બાજુ મા ઓટલા પર ખુલ્લામાં પુરૂષો તથા સ્ત્રીઓ ગંજીપાના વડે જુગાર રમતા હોય જે અંગે રેઇડ કરી આરોપીઓ મોશીન ગુલમામદ ચાવડા ઉ.વ -૨૩ રહે- ભીલ વાસ કેમ્પ એરીયા ભુજ, શમીર ઇબ્રાહીમ કુભાર ઉ.વ -૨૦ રહે- ભીડનાકા બહાર દાદુપીર રોડ ભુજ, આશીફ આમદ કુભાર ઉ.વ -૨૩ રહે- દાદુપીર રોડ કુભાર જમાત ખાનાની બાજુમાં ભુજ , રજબઅલી બરકતઅલી પઠાણ ઉ.વ -૧૯ રહે- ભીડનાકા બહાર સીતારા ફળીયુ ભુજ ,મેરીયાબાઇ મામદ સમા ઉ.વ -૫૦ રહે- દાદુપીર રોડ આલાવાળી મજીદ ની બાજુમાં ભુજ, રહિમાબાઇ ભચુ મમણ ઉ.વ -૫૨ રહે . મમણ ફળીયુ દાદુપીર રોડ ભુજ ,શેરબાનું અનવર પઠાણ ઉ.વ -૫૫ રહે- આબેડકર નગર દદુપીર રોડ ભુજ પાસેથી રોકડ રૂપીયા – ૧૬,૭૦૦ , ફોન નંગ ૪ કિ.રૂ. ૧૫,૫૦૦ , ગંજી પાના નંગ – પ ૨ કી.રૂા .૨૦ એમ કુલ્લે કી.રૂ. ૩૨,૨૦૦ નો મુદામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે , ઉપરોકત કામગીરીમાં પી.આઈ એસ બી વસાવા નાઓની સુચના થી પો.હેડ.કોન્સ નરેન્દ્રભાઇ ધરડા વગેરે જોડાયા હતાં.