રૂા.૩.૩૧ લાખના મુદામાલ સાથે છ મહિલા સહિત ૬૧ની ધરપકડ

સૌરાષ્ટ્રમાં શ્રાવણ માસ નિમિતે રમતા જુગાર પર પોલીસે દરોડા પાડવાનો દોર જારી રાખ્યો હોય તેમ ગઇકાલે રાજકોટ, જામનગર, પોરબંદર અને કચ્છમાં જુગાર અંગે દરોડા પાડી રૂા.૩.૩૧ લાખના મુદામાલ સાથે છ મહિલા સહિત ૬૧ શખ્સોની ધરપકડ કરી છે.

ગોંડલ તાલુકાના ગુંદાળા ગામે જાહેરમાં જુગાર રમતા ભરત બટુક કોળી સહિત સાત શખ્સોને રૂા.૧૫,૩૯૦ના મુદામાલ સાથે, ધોરાજીના પીપળીયા ગામે જાહેરમાં જુગાર રમતા વશરામ છગન કોળી સહિત આઠ શખ્સોને રૂા.૬૬ હજારના મુદામાલ સાથે, ઉપલેટાના માખીયાળી ગામે જાહેરમા જુગાર રમતા હમીર ઓઘળ ગાગીયા સહિત છ શખ્સોને રૂા.૧૪,૬૫૦ની રોકડ સાથે ધરપકડ કરાઇ છે.

જામનગરના લાલડીયાવાસમાં જાહેરમાં જુગાર રમતા સંજય વશરામ જાદવ સહિત છ શખ્સોને રૂા.૧૦ હજારના મુદામાલ સાથે, નાઘેડી ખાણ વિસ્તારના આંબેડકરનગરમાં જાહેરમાં જુગાર રમતા અનવર મુસા માલાણી સહિત ચાર શખ્સોને રૂા.૨૧૦૦ની રોકડ સાથે, શેઠવડાળા ગામે જાહેરમાં જુગાર રમતા ભૂપત હકા પાટડીયા સહિત પાંચ શખ્સોને રૂા.૧૦ હજારની રોકડ સાથે ધરપકડ કરી છે.

પોરબંદરના ઉદ્યોગનગર જ્યુબીલી ગુરૂકુળના ગેઇટ પાસે જાહેરમાં જુગાર રમતા પ્રકાશ વિરજી મકવાણા સહિત ત્રણ શખ્સોને રૂા.૫,૭૫૦ની રોકડ સાથે, રોકડીયા હનુમાનજી મંદિર પાસે જાહેરમાં જુગાર રમતી મંજુબેન ખીમજીભાઇ કુછડીયા સહિત પાંચ મહિલાને રૂા.૧૩,૫૦૦ની રોકડ સાથે, રાણાવાવમાં જાહેરમાં જુગાર રમતા હાથીયા ઉર્ફે પ્રતાપ બાબુ ખૂટી સહિત ત્રણ શખ્સોને રૂા.૨૪,૨૦૦ની રોકડ સાથે ધરપકડ કરાઇ છે.

પૂર્વ કચ્છના આદિપુરમાં અંબે માતાજીના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા રતા નારણ હુંબલ સહિત નવ શખ્સોને રોકડ, મોબાઇલ અને વાહન મળી રૂા.૧.૫૦ લાખના મુદામાલ સાથે પોલીસે ધરપકડ કરી છે.જ્યારે આદિપુરના છ વાડી લીંબડાના ઝાડ નીચે તારાચંદ હોતચંદ ટીવલાણી સહિત પાંચ શખ્સોને રૂા.૨૭,૫૦૦ની રોકડ સાથે પોલીસે ધરપકડ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.