રોકડ, કાર અને મોબાઇલ મળી રૂ.3,48 લાખનાં મુદ્દામાલ સાથે 38 પત્તાપ્રેમી ઝડપાયા

શ્રાવણ માસ જાણે જુગાર રમવાની મોસમ હોય ત્યારે જેતપુર તાલુકાના ચારણ સમઢીયાળા, પીપળવા, પાટણવાવ, નાની મારડ, કુંઢેય અને કોટડાસાંગાણીના પીપલાણા ગામે પોલીસે જુગારનો દરોડો પાડી જુગારનાં રંગમાં ભંગ પાડી, રોકડ, કાર અને મોબાઇલ મળી રૂ.3,48 લાખના મુદ્ામાલ સાથે 38 બાજીગરોને ઝડપી લીધા છે.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ જેતપુર તાલુકાના ચારણ સમઢીયાળામાં રહેતા અને ગામમાં વાડી ધરાવતાં ભગવાનજીભાઇ ઉકાભાઇ પાનસુરીયા તેની વાડીમાં જુગારનો અખાડો ચલાવતા હોવાની બાતમી એલ.સી.બી.ને મળતા વાડીમાં દરોડો પાડી જુગાર ખેલતા, ભગવાનજી પાનસુરીયા, જયેશ વસંતભાઇ જયસ્વાલ, શૈલેષ જીલુભાઇ ધાંધલ, અતુલ મનસુખભાઇ કોઠારી, રાજુ નેભાભાઇ ચાવડા, લાલચંદ નાનાલાલ મડીયા અને હિંમત શંભુભાઇ સોલંકી નામના શખ્સોને રોકડ રૂ.84,570, સાત મોબાઇલ અને એક કાર મળી રૂ.2,13 લાખના મુદ્ામાલ સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એ.આર. ગોહિલ, પી.એસ.આઇ. એસ.જે. રાણા, એ.એસ.આઇ. મહેશભાઇ જાની, હેડ કોન્સ્ટેબલ બાલકૃષ્ણભાઇ ત્રિવેદી, નિલેશભાઇ ડાંગર, શક્તિસિંહ જાડેજા, કોન્સ્ટેબલ દિવ્યેશભાઇ સુવા, કૌશીકભાઇ જાની અને સાહીલભાઇ ખોખર સહિતના સ્ટાફે ઝડપી લીધા છે.

જ્યારે બીજો જુગારનો દરોડો જેતપુર તાલુકા પોલીસે પીપળવા ગામે તનસુખ જીવનગીરી ગૌસ્વામીના મકાન પાસે વાડી, જુગાર ખેલતા સંજય તનસુખભાઇ ગૌસ્વામી કેતન ભીખાભાઇ સાવલીયા, અશોક મગનભાઇ પટોળીયા, પરેશ વિઠ્ઠલભાઇ પટોળીયા, રવિ ગોકળભાઇ સાવલીયા, રોનક બાબુભાઇ ગેવરીયા અને નીલેષ મગનલાલ રૂપાપરાને ઝડપી રૂ.34,510ની રોકડ કબ્જે કરી છે.

જ્યારે પાટણવાવ પોલીસે નાનીમારડ ગામે રહેતા ભરત રવજીભાઇ વાઘેલાના મકાનમાં જુગાર રમતા ભરત વાઘેલા સહિત ચંદુ મોહનભાઇ પાઘડાર, વીરભદ્રસિંહ ભરતસિંહ જાડેજા, પ્રદિપસિંહ અશોકસિંહ જાડેજા, કિરણસિંહ બળદેવસિંહ જાડેજા, રાજદીપસિંહ રામદેવસિંહ જાડેજા, માધવજીભાઇ ભીખાભાઇ રાઠોડ, કાળુ મનસુખભાઇ સુરીયા, કલુ મનસુખભાઇ સુરીયા અને કેતનસિંહ મહેન્દ્રસિંહ જાડેજાને રોકડ અને પાંચ મોબાઇલ મળી રૂ.53,580ના મુદ્ામાલ સાથે તેમજ પાટણવાવના કુંઢેય ગામે જાહેરમાં જુગાર રમતા, અશોક ગોવિંદભાઇ વાઢેર, દિનેશ મોકાભાઇ ડાંગર, દેવદાન નારણભાઇ ખાંદેકા, રામદાસ ભીખુભાઇ કાપડે, રાજુ સાર્દુલભાઇ બોરીચા અને મનોજ રામભાઇ બોરીચાને રોકડ અને પાંચ મોબાઇલ મળી કુલ રૂ.25,280ના મુદ્ામાલ સાથે પોલીસે ધરપકડ કરી છે.

જ્યારે ધોરાજીમાં કૈલાશ નગર ગરબી ચોકમાં રહેતો અને ધોરાજી જુનાગઢ રોડ પર વાડી ધરાવતો સુરેશ ભીખાભાઇ તેની વાડીના ગોડાઉનમાં જુગાર રમાડતો હોવાની બાતમી ધોરાજી પોલીસને મળતા જુગાર ખેલતા સુરેશ ભીખાભાઇ સહિત જયસુખ કુવરજીભાઇ, નિતીન જમનાદાસ, વિજય કુવરજીભાઇ મહેશ ઉર્ફે મુકેશ નાથાભાઇ, ભરત દેવાભાઇ, મોહન ઉકાભાઇ અને અલ્પેશ પ્રવિણભાઇને રોકડ અને છ મોબાઇલ મળી રૂ.1,41 લાખના મુદ્ામાલ સાથે ધોરાજી પી.આઇ. એચ.એ.જાડેજા, પી.એસ.આઇ. એન.આર. કદાવર, હિતેશભાઇ, કોન્સ્ટેબલ રવિરાજસિંહ અને અરવિંદસિંહે ઝર્ડપી લીધા છે.

જ્યારે કોટડાસાંગાણી પોલીસે પીપલાણા ગામે જાહેરમાં જુગાર ખેલતા જગદીશ ગોરધનભાઇ કુકડીયા, શૈલેષ ગોરધનભાઇ કુકડીયા, ગોરધન ભાઇલાલભાઇ કુકડીયા, બાબુ પાંચા પટોળીયા, લીંબાભાઇ ધોળકીયા, સુનીલ કેશુભાઇ કુકડીયા, અશોક વિનુભાઇ કુકડીયા અને સુરેશ મનસુખભાઇ કુકડીયાને રૂ.12,150ની રોકડ સાથે ઝડપી લીધા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.