સાત મહિલા સહિત ૪૯ શખ્સો રૂા.૨.૯૫ લાખની મત્તા સાથે ઝડપાયા
શ્રાવણ માસની જુગારની મૌસમ જામનગર જિલ્લામાં પણ પુર બહાર ખીલી હોય તેમ પોલીસે જામનગર, હાપા, જોડીયા અને મેઘપરમાં જુગાર અંગે દરોડા પાડી સાત મહિલા સહિત ૪૯ શખ્સોને રૂા.૨.૯૫ લાખની મત્તા સાથે ઝડપી લીધા છે.
જામનગર નજીક હાપા ઉદ્યોગ વિસ્તારમાં પેવર બ્લોક બનાવવાના કારખાનામાં જુગાર રમતા જગદીશ કિરીટ ખેતાણી, રઘુવીર હમીર લાંબા, રોહિત ભરત જેઠવા, ઇસ્માઇલ મામદ પીંજારા, તારમહંમદ અલ્લારખા મેમણ, આસિફ અબ્દુલ, ઇરફાન જુમા કાયાણી, વિજયસિંહ રણજીતસિંહ ઝાલા અને આસિફ કરીમ બેલીમ નામના શખ્સોને રોકડ, મોબાઇલ અને બાઇક મળી રૂા.૨.૯૫ લાખની મત્તા સાથે ઝડપી લીધા છે.જામનગર ગુલાબનગર વિસ્તારમાં હિરેન રામ આહિરના મકાનમાં જુગાર રમતા હિરેન આહિર, કરન કાના ડાંગર, મેહુલ કિશન સોલંકી, ગોપાલ ઉકા કોળી, બળવંતસિંહ દોલુભા જાડેજા, અજીતસિંહ નટુભા વાઢેર, અશોક મોહન મકવાણા, કુસુમબેન વિરેન્દ્ર જાની, રેખાબા દિલીપસિંહ ઝાલા અને જલ્પાબેન કરન ડાંગર નામના શખ્સોને રોકડ અને મોબાઇલ મળી રૂા.૪૬,૭૫૦ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા છે.
જામનગર નિલકમલ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા કિશોર લાખા લીંબડ, હિતેશ બચુ લીંબડ, અશ્ર્વિન મગન લીંબડ, દિપક સુનિલ લીંબડ, જીલા દેવશી કોળી, જોત્સનાબેન દિનેશ કોળી, ગીતાબેન દિનેશ કોળી, રેખાબેન જીલા કોળી અને કોમલબેન સંજય કોળી નામના શખ્સોને રૂા.૮ હજારની રોકડ સાથે ઝડપી લીધા છે.નવાગામ ઘેડમાં જાહેરમાં જુગાર રમતા શૈલેષ પ્રવિણ રાઠોડ, કાનજી ઉકા રાઠોડ, ધર્મેશ ગીરધર મકવાણા અને ભાવેશ હંસરાજ સદાડીયા નામના શખ્સોને રૂા.૩ હજારની રોકડ સાથે ઝડપી લીધા છે.જામનગરના ધરારનગરમાં જાહેરમાં જુગાર રમતા ઇમરાન યાસિન બ્લોચ, બાબુ લાલજી કોળી, અજય તુલશી કોળી, ફિરોજ સુલેમાન શેખ, નજીર બોદુ જોકીયા અને હાજી અનવર વાઘેર નામના શખ્સોને રૂા.૨,૮૦૦ની રોકડ સાથે પોલીસે ધરપકડ કરી છે.
જોડીયામાં જાહેરમાં જુગાર રમતા મગન મોહન કાલાવડીયા, નારણ નરશી ધર્મેન્દ્રસિંહ પુનાજી જાડેજા અને પાંચા સાઠા ભરવાડ નામના શખ્સોને રૂા.૧૦,૫૦૦ની રોકડ સાથે પોલીસે ધરપકડ કરી છે. વાડીનાર નજીક આવેલા સિંગચ ગામે જાહેરમાં જુગાર રમતા કિરીટસિંહ બાલુભા જેઠવા, અનિરૂધ્ધસિંહ ચંદુભા વાઢેર અને દામજી પરબત રાઠોડ નામના શખ્સોને રૂા.૧૦,૨૫૦ની રોકડ સાથે ધરપકડ કરી છે.