રૂ. પ1 હજારનો મુદામાલ કબ્જે: નવ મહિલા સહીત 19 પત્તાપ્રેમી ઝડપાયા
અબતક, રાજકોટ
રાજકોટ જીલ્લાના ધોરાજીના ઝાંઝમેર ગામે જેતપુર શહેરમાં ઉપલેટામાં અને લોધીકાના કાંગશીયાળી ગામે પોલીસે જુગારના દરોડા પાડી જુગાર રમતી નવ મહિલા સહિત 19 પત્તાપ્રેમીને રૂ.51 હજારના મુદામાલ સાથે પોલીસે ઝડપી લીધા છે.
પોલીસ સૃૂત્રો પાસેથી પ્રાપ્ત માહીતી મુજબ ધોરાજીના ઝાંઝમેર ગામે રહેતા મયુર અશોકભાઇ સરવૈયા તેવા મકાનના જુગાર ધામ ચાલવતો હોવાની બાતમી ધોરાજી પોલીસને મળી હતી.
પોલીસે બાતમીના આધારે ઝાંઝમેર ગામે મયુર સરવૈયાના મકાનમાં જુગારનો દરોડો પાડી જુગાર રમતો મયુર સરવૈયા સહીત લકકીરાજસિંહ નામભા ચુડાસમા, ઇમરાન મામદભાઇ કપડવંજ, દિવ્યરાજસિંહ વિક્રમસિંહ ચુડાસમાં, અશોક મેઘજીભાઇ લખધીરસિંહ મહિપતસિંહ ચુડાસમા અને ઉમેદસિંહ કરશનજી જાડેજાને રોકડ અને મોબાઇલ મળી કુલ રૂ. 41,610 ના મુદામાલ સાથે ઝડપી લીધા છે.
લોધીકાની કાંગશીયાળી ગામની સીમમાં આવેલા પાર્થ એવન્યુ રેસીડેન્સના પાકીગમાં બાતમીના આધારે શાપર પોલીસી જાહેરમાં જુગાર ખેલવા ચંદ્રાબેન હમીરભાઇ કાળીયા, રેખાબેન હીતેષભાઇ જાની, પુષ્પાબેન મનસુખભાઇ સોલંકી, જયોત્સનાબેન રાજેશભાઇ ડાંગર, પુજાબેન પિયુષભાઇ અકોલા અને બીંદાબેન કેવલભાઇ ઝાપરીયા નામની મહિલાઓને રૂ. 1650 નછ રોકડ સાથે ઝડપી લીધી છે.જયારે ઉપલેટાના કોળીવાડમાં રહેતો જગદીશ વલ્લભભાઇ લીંબડને જાહેરમાં વરલીનો જુગાર રમતો રૂ. 1080 ની રોકડ સાથે એલસીબીના શકિતસિંહજાડેજાએ ઝડપી લીધો છે. તેમ જ જેતપુરના નવાગઢ, પાટકીવાસ ગઢવી રાંગ પાસે રહેતો ઇકબાલ ઉર્ફે અબુભાઇ લાખાણીને જાહેરમાં વરલીના આંકડા પર જુગાર ખેલતા રૂ. 7650 ની રોકડ સામે જેતપુર પોલીસે ધરપકડ કરી છે.