મોરબી જિલ્લા પોલીસે ત્રણ સ્થળોએ દરોડા પાડી જુગાર રમતા 13 શખ્સોને પકડી પાડ્યા છે. જયારે 03 શખ્સો નાસી જતા તેમને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રથમ દરોડામાં, મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમે બાતમીનાં આધારે વીસીપરા રેલ્વે સ્ટેશન પાછળ ખાડા વિસ્તાર અલીશા પીરની દરગાહની બાજુમાં રેઈડ કરી જુગાર રમતા કિશનભાઇ ધીરૂભાઇ સોલંકી , કમુબેન બટુકભાઇ ધનજીભાઇ સોલંકી  તથા મંજુબેન રમેશભાઇ સોલંકી  નામના શખ્સોને પકડી પાડી તેમની પાસેથી રોકડા રૂપીયા-1850/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

બીજા દરોડામાં, વાંકાનેર તાલુકા પોલીસની ટીમ દ્વારા તીથવા ગામથી ધવાણીયા સીમ તરફ જતા રસ્તે તીથવાની મહા નદી પાસે રેઈડ કરવામાં આવી હતી અને બાવળના ઝાડ નીચે જુગાર રમતા અરવિંદભાઈ ઉર્ફે મુનો ધનજીભાઈ વાઘેલા, મહેશભાઈ હરજીભાઈ બારૈયા  તથા મહેશભાઈ અમરશીભાઈ વાઘેલા  નામના શખ્સોને રોકડા રૂ.1390/-ના મુદ્દમાલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા. જયારે ટિનુભાઈ ધરમશીભાઈ વાઘેલા , ભાવેશભાઈ ઉકાભાઈ વાઘેલા  તથા અનીલભાઈ બાબુભાઈ વાઘેલા  પોલીસને આવતી જોઈ જતા ફરાર થયા હતા. જેથી પોલીસ દ્વારા તેમને વોન્ટેડ જાહેર કરી તમામ વિરુદ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

ત્રીજા દરોડામાં, હળવદ પોલીસ દ્વારા દીઘડીયા ગામના પાદરમાં જગુભા ઘનુભાની વાડી પાસેથી જીલાભાઈ ગેલાભાઈ મોલાડીયા , ભીમાભાઈ બાબુભાઈ કાંજીયા , દિનેશભાઈ બાદરભાઇ મોલાડીયા , અરવિંદભાઈ નાગરભાઈ નંદેસરીયા, સુરેશભાઇ વેરશીભાઈ નંદેસરીયા , વિનાભાઈ સજાભાઈ કાંજીયા તથા અનીલભાઈ વરસીંગભાઈ દલસાણીયા ને જાહેરમાં ગેરકાયદેસર રીતે ગંજી પતાના પના અને પૈસા વતી પૈસાની હારજીતનો તીનપતીનો રોન પોલીસનો જુગાર રમતા પકડી પાડી તેમની પાસેથી રોકડ રૂ.11,500/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.