નવાગામના દિવેલીયાપરા અને કિશાન ગૌ શાળા પાસે જુગાર રમાતો’તો: રૂ.૧ લાખનો મુદામાલ કબ્જે
શહેરમાં જુગારની મૌસમ શરૂ થઇ હોય તેમ ત્રણ સ્થળે જુગાર અંગે દરોડા પાડી રૂ.૧ લાખના મુદામાલ સાથે ૧૯ શખ્સોની ધરપકડ કરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ નવાગામ પાસે આવેલા દિવેલીયાપરામાં જાહેરમાં જુગાર રમતા મુકેશ કિશોર ગોધાણી, દિલીપ ધીરૂ મકવાણા, લાલજી સાંગા બહોકીયા, ભૂપત માવજી માલકીયા, સુનિલ રણછોડ સોલંકી, વિજય લાલજી માલકીયા, ભાવેશ દામજી બાબરીયા, મહેશ કાનજી કુકડીયા અને વિજય ભૂપત સોલંકી નામના શખ્સોને રૂ.૨૭ હજારના મુદામાલ સાથે પોલીસે ધરપકડ કરી છે.
જ્યારે દિવેલીયાપરામાં સિતારામ ડેરી પાસે જાહેરમાં જુગાર રમતા કિશોર નાનજી જીંજુવાડીયા, હિતેશ જીવરાજ, જીજ્ઞેશ રમેશ અને મુકેશ રણછોડ નામના શખ્સોને રૂ.૩૪,૨૦૦ની રોકડ સાથે પોલીસે ધરપકડ કરી છે.
આજી ડેમ નજીક આવેલા કિશાન ગૌશાળા પાસે રહેતા પ્રવિણભાઇ વિનોદભાઇ માટીયાની વાડીમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે આજી ડેમ પોલીસે દરોડો પાડી જુગાર રમતા પ્રવિણ વિનોદ માટીયા, ગોકુલ નાજા ઝાપડા, કાનજી ગોવિંદ પીઠવા, પોપટ ગોવિંદ બાંભવા, વિનોદ હીરા વરૂ અને પાંચા જીવણ મકવાણા નામના શખ્સોને રૂ.૪૪,૭૦૦ની રોકડ સાથે ધરપકડ કરી છે.