આટકોટ અને ધોરાજીમાં જુગાર ખેલતા 13ની ધરપકડ : કુલ રૂ.1.58 લાખનો મુદ્દામાલ કબ્જે
શિયાળાની ઋતુ શરૂ થતાં જ જાણે જુગારની મૌસમ ખુલી હોઈ તેમ રાજકોટના અનેક ગામોમાં જુગારધામ ધમધમી રહ્યા છે.ત્યારે ગઈકાલે પોલીસ દ્વારા તેના પર ધોસ બોલાવવામાં આવી હતી જેમાં ગઈકાલે પોલીસ દ્વારા આટકોટ અને ધોરાજીમાં દરોડો પાડી જુગાર કલબ ઝડપી પાડયા હતા.જેમાં આટકોટમાંથી 8 અને ધોરાજી માંથી 6 શખ્સોની ધરપકડ કરી પોલીસે કુલ.રૂ.1.58 લાખનો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે. પોલીસમાંથી મળતી વિગતો મુજબ, જસદણ તાલુકાના આટકોટ ગામે ગુંદાળા રોડ પર આવેલ વાડીમાં જુગારધામ ચાલતું હોવાની લોકલ ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી.
જેના આધારે ગત મોડી રાત્રે દરોડો પાડવામાં આવતા વાડી માલિક વજુ હરીભાઈ શેલીયા(ઉ.વ.40), કુલદીપ ગોરધનભાઈ કટેશીયા (ઉ.વ.25), પરેશ રસિકભાઈ રાદડીયા (ઉ.વ.34), અલ્પેશ ભીમજીભાઈ રાદડીયા(ઉ.વ.35), સંજય મુળજીભાઈ રાતડીયા (ઉ.વ.26), અનિરુદ્ધ લાલભાઈ ડવ(ઉ.વ.21), હરેશભાઈ નંદલાલભાઈ મહેતા(ઉ.વ.28) અને રાજુ ઉર્ફે રણુભાઈ દાદભાઈ ધાધલ(ઉ.વ.42) ની ધરપકડ કરી હતી.પોલીસે આ દરોડા દરમિયાન રૂ.71 હજારની રોકડ અને 8 મોબાઈલ મળી કુલ રૂપિયા 1,11,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને તમામ સામે જૂગારધારાની કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ કામગીરી એલ.સી.બી પી.આઇ વી.વી.ઓડેદરા ,પી.એસ.આઇ એચ.સી.ગોહિલ , ડી.જી.બડવા,હેડ.કોન્સ.પ્રણયભાઈ સવરિયા સહિતના જોડાયા હતા.
જ્યારે ધોરાજીમાં વેગડી જીઆઇડીસી પાસે કારખાનામાં જુગાર રમતાવિજયભાઇ જીવરાજભાઇ બાલધા (ઉ.વ.41 ધંધી ખેતી રહે ધોરાજ કુંભારવાડા સોનાપુરી રોડ જિ. રાજકોટ) ,વિકાસકુમાર ડાયાભાઇ સાટોડીયા (ઉ.વ. 43 ધંધો ખેતી રહે.ધોરાજી કુંભારવાડા સોનાપુરી રોડ રાજકોટ) , અલ્પેશભાઇ હરસુખભાઇ ઉર્ફે હસુભાઇ ગોહેલ (ઉ.વ. 31 ધંધો મજુરી રહે. રહે.ધોરાજી ગણેશપરા તા. રાજકોટ) , રણછોડભાઇ ચનાભાઇ મીણીયા (ઉં.વ. 64 ધંધો મજુરી રહે. રહે.ધોરાજી બહારપુરા કોળીપા કાદરબાવાના ઘર પાસે તા. રાજકોટ ) અને છગનભાઇ ખીમજીભાઇ ગોહેલ (ઉ.વ. 50 ધંધો મજુરી રહે. રહે.ધોરાજી પાવરીયાપરા આઇટીઆઇ પાસે તા.રાજકોટ) ની ધરપકડ કરી કુલ.રૂ.37,600 નો મુદ્દામાલ કબજે કર્યો છે.
જ્યારે બીજા દરોડામાં ધોરાજી પોલીસે બહારપુરા રોડ પર જુગાર રમતા સલીમ અબુજા સરવદી (રહે.ધોરાજી)ની ધરપકડ કરી કુલ તેની પાસેથી રૂ.10,340 નો મુદ્દા માલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.જેથી પોલીસે રાજકોટ જિલ્લામાં ત્રણ સ્થળે જુગારના દરોડા પાડી 13ની ધરપકડ કરી કુલ રૂ.1.58 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.