લોધીકા, જસદણ અને જેતપુરમાં દરોડાથી જુગારીઓમાં ફફડાટ: રોકડ, વાહનો અને મોબાઇલ મળી રૂ. ૬.૬૪ લાખનો મુદામાલ કબજે
રાજકોટ જીલ્લામાં શ્રાવણીયા જુગાર ધામ ધમધમતા હોવાની જીલ્લા પોલીસ વડા બલરામ મીણાને ઘ્યાને આવતા સ્થાનીક અને મહત્વની બ્રાંચોને આપેલી સુચનાને પગલે લોધીકા, જસદણ અને જેતપુર પંથકમાં ચાલતી જુગાર કલબ પર ત્રાટકી ૨૭ જુગારીઓની ધરપકડ કરી કરી રોકડ અને વાહનો મળી રૂ. ૬.૬૩ લાખનો મુદામાલ કબ્જે કરતા જુગારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ લોધીકા તાલુકાના ચિભડા ગામે રહેતા ગોવિંદ સવજી ગોંડલીયાની વાડીમાં જુગારધામ ધમધમતુ હોવાની એ.એસ. આઇ ગજરાજસિંહ સી. જાડેજાને મળેલી બાતમીના આધારે દરોડો પાડયો હતો.
પોલીસના દરોડો દરમ્યાન જુગાર રમતા વાડી માલીક અને રાજકોટ રહેતા ગોવિંદ સવજી પટેલ, બેડીનાકા ઇન્ડએપાર્ટમેન્ટમાં રહેતો જીજ્ઞેશ ગીરધરલાલ રાચ્છ, મોચી બજારમાં રહેતો રમેશ ગગજી ગોહેલ, બજરંગવાડીનો જશવંતસિંહ કરણસિંહ પુરલીયા, દાણાપીઠનો અશોક ગગજી ગોહેલ, રૈયા ચોકડી પાસે રહેતો મહેન્દ્ર રતિલાલ સોની, કૈલાસ પાર્ક સંજય મોહન ભાલોડીયા, પરસાણાનગર વસંત રામચંદ્ર સિંધી, અક્ષરનગર મેઇનમાં આનંદ વિનોદ ભીંડા, અને પાટીદાર રેસીડેન્સીના મહેન્દ્ર છગન, ઢોલરીયા સહીત શખ્સોની ધરપકડ કરી જુગારના પટમાંથી રોકડા ૩૬૬૦૦/- ૧૦ મોબાઇલ અને છ વાહનો મળી રૂ.૪.૨૯ લાખનો મુદામાલ કબજે કર્યો હતો.
આ દરોડાની કમગીરી પી.એસ.આઇ. એચ.પી. ગઢવી અને એએસઆઇ ગજેન્દ્રસિંહ સહીતના સ્ટો બજાવી હતી.
જેતપુર તાલુકાના બાવા પીપળીયા નામે જાહેરમાં જુગાર રમતા ચંદુ ભનુ ખાંટ, રોહીત મનસુખ પટેલ, સાગર મનસુખ ખાંટ, કિશોર નારણ ખાંટ, લાલજી બટુક ખાંટ, ગોપાલ માધા પરમાર, સુરેશ વશરામ ખાંટ, અજીતગીરી ભીપતગીરી બાવાજી, ભયુર ભરત બાવાજી, કીશન ચના ખાંટ અને લાલજી વાલજી ખાંટ ની ધરપડક કરી ૨૬૭૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
જસદણ તાલુકાના વિરપર (ભાડલા) ગામે રહેતા ગોવિંદ લખમણ સાકળીયાની વાડી ધમધમતા જુગારધામ પર એલ.સી.બી. ના સ્ટાફે બાતમીના આધરે દરોડો પાડી જુગાર રમતા વાડી માલીક ગોવિંદ સાકળીયા, દિનેશ ગોવિંદ પટેલ, પરેશ ભીખુ પટેલ, રસીક બાબુ ગોરસીયા, ધર્મેશ માવજી શાપરા, લાલજી લવજી પરમાર અને અનીલ ચાવડાની ધરપકડ કરી રોકડ મોબાઇલ અને ચાર બાઇક મળી રૂ. ૧.૭૫ લાખનો મુદામા કબ્જે કરી વધુ તપાસ ભાડલા પોલીસ મથકના સ્ટાફ ચલાવી રહ્યા છે.