અબતક,રાજકોટ
રાજકોટ જિલ્લામાં ત્રણ સ્થળે જુગારના દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં વિછીયા, શાપર-વેરાવળ અને જેતપૂરમાં જુગાર રમતા 14 શખ્સોની ધરપકડ કરી રૂ.39 હજારનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.મળતી માહિતી મુજબ પ્રથમ ઘટના વિછીયાના જનડા ગામે પીરની દરગાહ પાસે જુગાર રમતા મગન દેવશી બાવળીયા, બાબુ ટપુ વાલાણી, મુકેશ ભનુ તલસાણીયા, બાબુ માવજી ઝાપડીયા, ગોરધન મોહન ખીહડીયા, ચતુર ભીમા ઝઘડીયા, દિનેશ ગોબર ધોરીયા શખ્સો રોકડા રૂ. 17650ના મુદામાલ સાથે વિંછીયા પોલીસે ઝડપી પાડયા હતા.
વિંછીયા, શાપર-વેરાવળ અને જેતપૂરમાં જુગાર રમતા 14 પકડાયા: 39 હજારનો મુદામાલ કબ્જે
અન્ય બનાવમાં શાપર-વેરાવળમાં સ્વરાજ મંડળની દીવાલ પાસે જાહેરમાં જુગાર રમતા રાજેશ સેવાદાસ કાપડી, પ્રકાશ ભીખા કનાળા કુલ રૂ. 10100ના મુદામાલ સાથે શાપર-વેરાવળ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.જયારે જેતપૂર રબારીકા રોડ ધમોદર પ્રિન્ટ પાસે કારખાનાની સ્ટ્રીટ લાઈટનાં અંજવાળે જાહેરમાં જુગાર રમતા રણજીતસીંગ દીનાનાથ જાટ, બાબુ રઘુવીર જાટ, મુકેશકુમાર રાજબહાદૂર યમાર, શ્યામજી રામ અનીલ અશોક જાટ નામના શખ્સો ઝડપાયા હતા. જેતપૂર સીટી પોલીસે રોકડ રૂ. 11460ના મુદામાલ સાથે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.