વિરપૂર, ભાયાવદર અને જામકંડોરણામાં દરોડાથી જુગારીમાં ફફડાટ: રૂ. ૬૩૬૮૦નો મુદામાલ કબ્જે
રાજકોટ જીલ્લામાં દારૂ જુગારની બદી ડામવા પોલીસ અધિક્ષક બલરામ મીણાએ આપેલી સુચનાને પગલે ભાયાવદરનાં સાજડીયાળી, જામકંડોરણાના સોડવદર અને વિરપૂર ગામે જુગાર રમતા ૧૭ શખ્સોની ધરપકડ કરી રૂ. ૬૩૬૮૦ લાખનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત ઉપલેટા તાલુકાના સાજડીયાળી ગામેજાહેરમાં જુગાર રમતા પ્રવિણ દેવશી મકવાણા, નથુ સુધીર બગડા, સંજય રવજી તરીડા, પ્રવિણ મોહન વડાલીયા, હારૂન સુલેમાન ગામેતી અને રોહતી ચંદુ માકડીયાની ધરપકડ કરી જુગારના પટમાંથી રૂ. ૧૬૫૮૦નો મુદામાલ કબ્જેકરી કાર્યવાહી હાથ ધરી છે.
જામકંડોરણા તાલુકાના સોડવદર ગામની સીમમાં જુગાર રમતા રમણીક ભોવાન ભાલોડીયા, રામજી ગોવિંદ સારીમડા,મુકેશ મથુર પટેલ, જેન્તી બાવનજી પટેલ નારણ વલ્લભ પટેલ અને કાંતીલાલ છગનભાઈ ગોવાણીની ધરપકડ કરી જુગારના પટમાંથીરૂ. ૧૮૩૪૦ નો મુદામાલ કબ્જે કર્યો છે.
જયારે જેતપૂર તાલુકાના વિરપૂરખાતે ખરાવાડ પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા લલીત કેશુ વેકરીયા, ભીખુ બચુ જેઠવા, રાજુ ‚ખડ ડેર, છોટાલાલ પૂરૂષોતમ વઘાસીયા અને રાજેશ બાબુ જાદવ નામના શખ્સોની ધરપકડ કરી જુગારના પટમાથી રોકડા રૂ. ૨૮૭૬૦નો મુદામાલ કબ્જેકરી કાર્યવાહી હાથ ધરી છે.