ભાયાવદર, ગોંડલ, વેકરી અને ધોરાજી પંથકમાં જુગારીઓ ઉપર ધોંસ: ૩.૬૪ લાખનો મુદ્દામાલ કબ્જે
રાજકોટ જિલ્લાના ચાર સ્થળોએ ભાયાવદર, ગોંડલ, વેકરી અને ધોરાજી તાલુકાના છડવાવદર ગામે દરોડા પાડી જુગાર રમતા ૨૫ શકુનીની ધરપકડ કરી રોકડ, ૧૦ મોબાઈલ અને ૩ બાઈક મળી રૂા.૩.૬૪ લાખનો મુદ્દામાલ કબજે કરી નાસી છુટેલા બે શખસોની શોધખોળ હાથ ધરી છે.
વધુ વિગત મુજબ ધોરાજીના છડવાવદર ગામે રહેતો ભાવેશ ઉર્ફે ભલો દેવા કુવાડીયા નામનો શખ્સ જુગાર રમાડતો હોવાની પીએસઆઇ વાય.બી. રાણાને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા મકાન માલીક ભાવેશ ઉર્ફે ભલો, અજીત માંડણ સોનારા, જગમાલ મેરામ જલુ, વીરા ઉર્ફે વિક્રમ નાથ ટાપરીયા, રણજીત જગમાલ ચાવડા, રસીક રણછોડ સીસાંગીયા, જગદીશ કરસન ડાંગરની ધરપકડ કરી જુગારના પટમાંથી રોકડા પ૮ હજાર, ૭ મોબાઇલ અને ૧ બાઇક મળી રૂ.૧.૧૪ લાખનો મુદામાલ કબજે કરી નાસી છુટેલા વિક્રમ ઉર્ફે બાવનજી રાયધન સોનારા, રાજુ ઉર્ફે તાતીયો ખાટરીયા, નીલેસ મિયાત્રા અને સીના કરશન સોનારા નાસી છુટતા તેની શોધખોળ હાથ ધરી છે.
ભાયાવદર નજીક કેરાળા ગામે જુગાર રમતા નગા રામ સુવા, મેરામણ બાવા ગોહેલ, વિક્રમ ગોવિંદ કનારા, રણમલ ગોવા પંપાણીયા, દિનેશ અરશી આહિર, હિતેશ વેલજી તંબોડીયાની ધરપકડ કરી રોકડ અને બાઈક મળી રૂા.૯૩ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.
જ્યારે ગોંડલ તાલુકાના વેકરી ગામે અર્જૂનસિંહ ભોજરાજસિંહ ઝાલાની વાડીમાં જુગાર રમતા અર્જૂનસિંહ ઝાલા, લગધીરસિંહ હેમુભા ગોહિલ, કેતન ભીખુભાઈ ધરજીયા, પ્રધ્યુમનસિંહ હમીરજી જાડેજા, શૈલેષ વલ્લભ દેસાઈ, હરી ભુરા રામાણી અને ધર્મેશ રાઘવ વઘાસીયાની ધરપકડ કરી રોકડ, ૫ મોબાઈલ અને ૨ બાઈક મળી રૂા.૧.૪૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. તેમજ ગોંડલ રેલવે સ્ટેશન પાસે વરલીના આંકડા લેતો હુસેન ગની ગામોટ નામનો શખસ વરલીના આંકડા લેતો ઝડપી લઈ ૧૨૫૬૦નો મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.