• ગોંડલ શહેર-તાલુકા, જેતપુર અને વિરપુરમાં જુગાર રમતા 35 શખ્સ પકડાયા
  • રોકડ, વાહન અને મોબાઇલ મળી રૂ.7 લાખનો મુદ્દામાલ કબ્જે

રાજકોટ જિલ્લાનાં ગોંડલ શહેરમાં મકાનમાં જુગારધામ પર, ગોંડલ તાલુકાનાં ચોરડી ગામે અને વિરપુરનાં પીઠડીયા ગામે પાથરની સીમમાં પોલીસે જુગારનાં દરોડા પાડી, જુગાર રમતી ત્રણ મહિલા સહિત 35 પત્તાપ્રેમીને ઝડપી રોકડ, વાહન અને મોબાઇલ મળી કુલ રૂ.7 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યા છે.

ગોંડલ શહેરમાં સૈનિક સોસાયટીમાં રહેતા હિતેન્દ્રસિંહ તપનસિંહ જાડેજા નેજા ગોંડલ નેશનલ હાઇવે પર આવેલી સોમનાથ સોસાયટીમાં મકાનમાં જુગારધામ ચલાવતા હોવાની બાતમી ગોંડલ સીટી પી.આઇ.એમ.આર.સગાડા સહિતના સ્ટાફને મળતા, તેમની ટીમ સાથે મકાનમાં દરોડો પાડી જુગાર રમતા, ગોંડલના હિતેન્દ્રસિંહ તપનસિંહ જાડેજા, પરાગ ભયલુભાઇ દુધરેજીયા, હુશેન હાસમભાઇ પતાણી, બ્રીજરાજસિંહ પ્રદીપસિંહ ચુડાસમા, નીલેશ કરશનભાઇ ગોહીલ, ભગીરથસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજા, પંકજ વિનુભાઇ રાઠોડ, સંજય પ્રભાશંકર શેલવાડા, ખુમાણસિંહ પ્રવિણસિંહ જાડેજા, જયપાલસિંહ કીરીટસિંહ ઝાલા, તુષારસિંહ કિશોરસિંહ ચુડાસમા, પુષ્પરાજ જનકભાઇ વાળા, ભૂપેન્દ્રસિંહ ગજુભા ચુડાસમા, સહદેવસિંહ ચંદુભા જાડેજા, વિરપુરનાં મેહુલ ભીખુભાઇ બાવળીયા, કોટડા સાંગાણીના આંબલીયાળાનાં મયૂરસિંહ દિલુભા જાડેજા અને રાધાનગર-1માં રહેતા રોહિતસિંહ ભાવસિંહ સરવૈયા નામના પત્તાપ્રેમીઓને પી.આઇ.એમ.આર.સગાડા, જે.કે. ચૌહાણ અને કુલદીપસિંહ રાઠોડ સહિતના સ્ટાફે ઝડપી લઇ રૂ.1,22,850ની રોકડ, વાહન અને મોબાઇલ મળી કુલ રૂ.2.95 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

ગોંડલ તાલુકાના ચોરડી ગામે આવેલા મફતીયાપરામાં જાહેરમાં જુગાર રમતા સાગર ડાંગી, પંકજ સોલંકી, અશોક ગોહેલ, ભરત જમોડ, રૂત્વિક વાઘેલા અને પ્રવિણ ઝાપડા નામના શખ્સોને ગોંડલ તાલુકા પોલીસે ધરપકડ કરી રૂ.25,100નો મુદ્ામાલ કબ્જે કર્યો છે.

જ્યારે રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. પી.આઇ. વી.વી.ઓડેદરા, પી.એસ.આઇ. એસ.જે. રાણા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન બાતમી મળી હતી કે વિરપુર તાલુકાના પીઠડીયા ગામે પાથર ગામની સીમમાં જાહેરમાં જુગાર રમાઇ રહ્યાની બાતમી મળતા એલ.સી.બી.ની ટીમે જુગારનો દરોડો પાડી, જેતપુરમાં રહેતા સોનલબેન ઉર્ફે કાળી લલીતભાઇ ચાવડા, લીલાબેન ગીગાભાઇ ટારીયા, રમાબેન હાસમભાઇ મીરાણી, ગોપાલભાઇ નાનુભાઇ કોરાટ, આમદ જુમાભાઇ મુસાણી, સંજય જેન્તિભાઇ ડાભી, અશોક ખીમજીભાઇ સાગઠીયા, ઉમેશ ખોડાભાઇ ગોહેલ અને સંજય ઉર્ફે કાનો મનજીભાઇ ગોહેલને રોકડ રૂ.27,800, પાંચ બાઇક અને આઠ મોબાઇલ મળી કુલ રૂ.1,95 લાખનાં મુદ્ામાલ સાથે પી.આઇ. વી.વી.ઓડેદરા, પી.એસ.આઇ, એસ.જે.રાણા ,હેડ કોન્સ્ટેબલ નીલેષભાઇ ડાંગર, કોન્સ્ટેબલ દિવ્યેશભાઇ સુવા નામના શખ્સોની ધરપકડ કરી છે.

જ્યારે જેતપુર તાલુકાના બાવા પીપળીયા ગામે રહેતો અશોક રવજીભાઇ મોરબીયાના મકાનમાં પોલીસે જુગારનો દરોડો પાડી જુગરૂં રમતા અશોક મોરબીયા સહિત અશોક હરજીભાઇ પડેલીયા, રમેશ નાથાભાઇ કોટડીયા, જેન્તિ ભાયાભાઇ મકવાણા, રસીલ લાલજીભાઇ આસોદરીયા, વિપુલ ભનુભાઇ મોરબીયા, ગીરધાર ભાયાભાઇ ગુજરાતી, મુકેશ ભટ્ટભાઇ ગુજરાતી અને ચના મલાભાઇ ડાભી નામના શખ્સોને ઝડપી, પોલીસે રોકડ અને આઠ મોબાઇલ મળી કુલ રૂ.63 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.