પેરેમાઉન્ટ પાર્ક, ગાંધીગ્રામ, ભવાનીનગર અને જામનગર રોડ પર જુગારના દરોડા: રૂા.૧.૪૧ લાખનો મુદામાલ કબ્જે
શ્રાવણ માસની શરૂઆત થતા જાણે જુગારની મોસમ ખીલી હોય અને તેમાં પણ જુગાર રમવાની બાબતે મહિલાઓ પુરૂષ સમોવડી બની ગઈ છે. મહિલાઓ પણ જુગાર રમવામાં પાછી પડતી નથી. ત્યારે શહેર પોલીસે યુનિવર્સિટી રોડ પર પેરેમાઉન્ટ પાર્ક, ગાંધીગ્રામ, ભવાનીનગર અને જામનગર રોડ પર જુગારના દરોડા પાડી રૂા.૧.૪૧ લાખની રોકડ સાથે ૧૮ મહિલા સહિત ૩૧ પત્તાપ્રેમીઓને ઝડપી લીધા છે.
પ્રાપ્ત માહિતી મુજબ યુનિવર્સિટી રોડ નજીક પેરેમાઉન્ટ પાર્ક શેરી નં.૨માં આવેલા ધર્મનંદન નામના મકાનમાં રહેતા હેમાંગીબેન વિપુલભાઈ મારડીયાના મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમી ગાંધીગ્રામ ૨ યુનિ. પોલીસને મળતા જુગાર સ્થળ પર દરોડો પાડી જુગટુ રમતી મકાન માલીક હેમાંગીબેન સહિત જલારામ ૪ અમરદીપ મકાનમાં રહેતા ઈન્દીરાબેન બહાદૂરસિંહ ધાંધલ, રોયલ પાર્ક, શેરી નં.૧૧ના રેશ્માબેન જયેશભાઈ ભૂત, પાટીદાર ચોક, નંદવિલેજ ફલેટ નં. ૨૪૨માં રહેતા રીટાબેન કેતનભાઈ દલસાણીયા, પાટીદાર ચોક, વસંતવિહાર ફલેટ નં. ૧૨૦૩ના કિનાબેન જીતેન્દ્રભાઈ દુદાણી, પેરેમાઉન્ટ શેરી નં.૩નાં કિરણબેન પંકજભાઈ પટેલ, કાલાવાડ રોડ પરનાં સ્વસ્તીક એપાર્ટમેન્ટનાં પન્નાબેન દિલીપભાઈ કુંડલીયા, નંદવિલેજ ફલેટ નં. ૨૪૧માં રહેતા અંજનાબેન કાંતીભાઈ ચનીયારા, ફોરચ્યુન એપાર્ટમેન્ટના વર્ષાબેન બિપીનભાઈ ખાચર, ટેલીફોન એકસચેંજ પાછળ તુલસીબાગ શેરી નં.૨માં રહેતા ઈલાબેન મહિપતસિંહ રાઠોડને ગાર્ડન સીટી, બીગ બી ફલેટ નં. ૧૨૦૨માં રહેતા રમીલાબેન લલીતભાઈ જકાસણીયા, નામની મહિલાઓને ઝડપી જુગારપટમાંથી રૂા૮૧,૭૦૦ની રોકડ પીઆઈ આર.આર. ઠાકરના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એમ.વી. રબારી હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ મીયાત્રા, હરપાલસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ડોડીયા, યુવરાજસિંહ ઝાલા એ કોન્સ્ટેબલ અજયભાઈ સહિતના સ્ટાફે કબ્જે કર્યા છે. જયારે બીજો જુગારનો દરોડો ક્રાઈમ બ્રાંચે ગાંધીગ્રામમાં શિવ શકિત ડેરીની સામે બાલાજી કૃપામાં રહેતો બળવંતભાઈ ધનશ્યામભાઈ રામ નામના શખ્સના મકાનમાં પાડી જુગાર રમતો મકાન માલીક બળવંત સહિત રજનીશભાઈ ઉર્ફે આશીષ મનુલખભાઈ ચૌહાણ, સાગર ઉર્ફે સાગી કમલેશભાઈ બગસરીયા, ભાવીક મહેશભાઈ અગોલા અને કિશન અમરશીભાઈ રાઠોડને ઝડપી, જુગારપટમાંથી રૂા.૨૯,૨૦૦ની રોકડ સાથે ક્રાઈમ બ્રાંચના પીઆઈ વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ એએસઆઈ બળભદ્રસિંહ જાડેજા હેડ કોન્સ્ટેબલ જયદિપસિંહ જાડેજા, જયેશભાઈ નિમાવત અને અમીનભાઈ ભલૂર સહિતના સ્ટાફે જપ્ત કર્યા છે. જયારે ત્રીજો દરોડો એ ડીવીઝન પોલીસે જૂની જેલ પાસે ભવાનીનગર શેરી નં. ૩માં રહેતા નુતનબેન રવિભાઈ ચૌહાણના મકાનમાં પાડી જુગાર રમતી નૂતનબેન સહિત નશીમબેન આરીફભાઈ સીપાહી, શ્યામબેન દેવજીભાઈ ચૌહાણ, કંચનબેન મનોજભાઈ ભટ્ટી, અનવરભાઈ મજીદભાઈ બાગ અને હીરાબેનાવરાજભાઈ ભટ્ટીને રૂા.૧૮,૪૩૦ની રોકડ સાથે એ ડીવીઝન પીઆઈ સી.જી. જોષીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે.એમ. ભટ્ટ, બી.વી. ગોહિલ, ડી.બી. ખેર અને વિરેન્દ્રસિંહ ઝાલા સહિતના સ્ટાફ જપ્ત કર્યા છે.
જયારે જુગારનો ચોથો દરોડો ગ્રાંધીગ્રામ પોલીસે જામનગર રોડ પર આવેલા આઈઓસી પ્લાન્ટ નજીક જાહેરમાં જુગાર ખેલતા અશલમ અહેમદભાઈ હીંગોરા, મુસ્તાક હુશેનભાઈ પઠાણ, ઈમરાન હબીબભાઈ સાંધ, જીતુ પુનાભાઈ રાઠોડ ભરત જીલુભાઈ સોનારા, રીયાઝ ઉર્ફે ગબ્બર રફીકભાઈ હીન સાહિલ ગુલામભાઈ મીરા, અને જાવીદ રજાકભાઈ નામના શખ્સોને રૂા.૧૧,૪૨૦ની રોકડ સાથે પી.આઈ. કે.એ.વાળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. આર.એસ. પટેલ સહિતના સ્ટાફે કબ્જે કરી છે.