જામનગર તાલુકાના ચેલા ગામ નાં રહેણાક મકાન મા જુગાર રમતાં ૭ ઝડપાયા, રૂ.૧ .૮૦ લાખ ની રોકડ કબજે
જામનગર તાલુકાના ચેલા ગામ નાં રહેણાક મકાન મા જુગાર રમાતો હોવાની બાતમી નાં આધારે એલ સી બી એ દરોડો પાડી સાત શખ્સો ને રૂ.૧.૮૦ લાખ ની રોકડ સાથે ઝડપી લીધા હતા.
જામનગર તાલુકા ના ચેલા ગામ મા રવિરજસિંહ જયુભા સોલંકી નામનો શખ્સ પોતાના મકાન મા બહાર થી માણસો ને બોલાવી જુગાર રમાડતો હોવાની બાતમી નાં આધારે એલ સી બીના સ્ટાફે દરોડો પાડયો હતો.અને ગંજીપાના થી જુગાર રમી રહેલા રવીરજસિંહ જયુભા સોલંકી ,મિલન ઉર્ફે લાલો મોહનભાઈ રૂપારેલ વિપુલ શંકરભાઈ દામા , રમદેવસિંહ ઉર્ફે મંગળ બનેસિંહ સોલંકી, હમીર જીવાભાઇ વાળા ,અશોક રમણીકભાઇ નંદા ,અને રમેશ નારણભાઈ કરંગિયા ને ઝડપી લીધા હતા.
પોલીસે જુગાર નાં સ્થળે થી રૂ. ૧ લાખ ૮૦ હજાર ની રોકડ રકમ, રૂ.૨૬ હજાર ની કિંમત નાં સાત મોબાઇલ ફોન અને રૂ.૯૦ હજાર ની કીમત નાં ત્રણ બાઈક મળી કુલ રૂ.૨ લાખ ૯૦ હજાર ની કિંમત મો મુદ્દામાલ સાથે જુગાર નું સાહિત્ય કબ્જે કર્યું હતું.
જામજોધપુર તાલુકા મા બુટાવદર ગામ માં જુગાર રમાતો હોવાની બાતમી નાં આધારે પોલીસે દરોડો પાડીને જુગાર રમતી સાત મહિલાઓને ઝડપી પાડી હતી.
બુટાવદર ગામમાં જાહેરમાં જુગાર રમતા મંજુબેન પરબત ભાઈ મકવાણા, મંજુબેન રણજીતભાઈ મકવાણા ,જયાબેન મોરારજીભાઈ મકવાણા, અમીબેન કેશુભાઈ મકવાણા ,સોનલબેન જીવાભાઇ સોલંકી, દિવ્યાબેન જયેશભાઈ મકવાણા અને પ્રભાબેન કારાભાઈ મકવાણા ને પોલીસે ઝડપી લઇ રૂપિયા ૧૧૫૦ ની રકમ કબજે કરી હતી.
જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાં જાહેરમાં જુગાર રમતા મેઘજીભાઈ દેવજીભાઈ ચાવડા, પરેશ બાલાભાઈ ચાવડા વગેરે પાંચ શખ્સોને ૭૪૩૦ ની રોકડ રકમ સાથે પોલીસે ઝડપી પાડયા હતા .
જામનગરના જય સરદાર વિસ્તારમાં જુગાર રમી રહેલા મયુર જયરાજભાઈ ચાંદ્રા, બીપીનભાઈ વગેરે સાત શખ્સો ને રૂ.૧૦૩૫૦ ની રોકડ રકમ અને જુગાર નાં સાહિત્ય સાથે પોલીસે ઝડપી લીધા હતા
જામનગરના સંત કબીર આવાસ યોજના ના મકાન માં બીજા માળની લોબી માં જાહેરમાં જુગાર રમી રહેલ ભાવેશ ક્રિપલાણી અને ભાવેશ પ્રેમજી જાદવ વગેરે ચાર શખ્સોને રૂપિયા ૧૨૩૦ થી રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતા.