શહેરમાં શ્રાવણીયા જુગારના રંગમાં પોલીસે ભંગ પાડી રાધાકૃષ્ણ સોસાયટી, ગણેશનગર, ખોડીયાનગર, વર્ધમાનનગર અને રૈયાધારમાં જુગારના દરોડા પાડી બે મહિલા સહિત 27 પત્તાપ્રેમીને. રૂ. ર.21 લાખની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહીતી મુજબ શહેરના બોલબાલા માર્ગ આગળ આવેલી રાધાકૃષ્ણ સોસાયટી શેરી નં. 1, ભકિત મકાનમાં રહેતો મહેન્દ્ર ગોવિંદભાઇ બાલધા નામનો શખ્સ તેના મકાનમાં જુગાર રમાડતો હોવાની બાતમી, ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. બલભદ્રસિંહ જાડેજાને મળતા ટીમ સાથે દરોડો પાડી જુગાર રમતા મહેન્દ્ર બાલધા સહીત કિશોર મેગુમલભાઇ ટીલવાણી, દિનેશ સવજીભાઇ ભીમાણી, ભીમા અરજણભાઇ લુણાગરીયા, પંકજ નટુભાઇ ધોરીયા અને કનુ મોહનભાઇ પરસાણા નામના શખ્સોને રૂ. 48,760 ની રોકડ સાથે ક્રાઇમ બ્રાન્ચ પી.આઇ.વી. વી.કે.ગઢવીનો માર્ગદર્શન હેઠળ એએસઆઇ બલભદ્રસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ જાડેજા અને કોન્સ્ટેબલ ચેતનસિંહ ગોહિલે ઝડપી લીધા છે.
જયારે બીજો દરોડો ક્રાઇમ બ્રાન્ચે કોઠારીયા રોડ પર આવેલા ગણેશનગર શેરી નંબર 1, સૂર્યપુજા મકાનમાં રહેતા રંજનબેન કાળુભાઇ વાળા નામની મહીલાના મકાનમાં પાડી જુગટુ રમતા રંજનબેન સહિત, અસ્મીતાબેન પ્રવીણભાઇ ગઢીયા, મહેન્દ્રભાઇ કરણાભાઇ કારેઠા અને પ્રભાતભાઇ નારણભાઇ હુંબલ નામના નામના પત્તાપ્રેમીઓને ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઇ. યુ.બી. જોગરાણા, એ.એસ.આઇ. સી.એમ. ચાવડા, બીપીનદાન ગઢવી, જયંતિભાઇ ગોહિલ, હેડ કોન્સ્ટેબલ અભીજીતસિંહ જાડેજા, પ્રદિપસિંહ જાડેજા, ભાવીનભાઇ રતન, કોન્સ્ટેબલ ઇન્દ્રજીતસિંહ ગોહિલ, કરણભાઇ મારુ અને નેહલબેન મકવાણાએ ઝડપી જુગારના પટમાંથી રૂ. 39 હજારની રોકડ કબ્જે કરી છે.
જયારે યુનિવર્સિટી પોલીસે એસઆરપી કેમ્પની સામે વર્ધમાનનગર, વસંતવિહાર બીજા માળે ફલેટ નં. 207માં રહેતા વિરાજ વિજયભાઇ હાડના મકાનમાં પાડી જુગાર ખેલતા વિરાજભાઇ સહીત બલભદ્રસિંહ ભાવુભા ઝાલા, વિજય ભગવાનજીભાઇ પરમાર, પ્રણવ ભરતભાઇ ત્રિવેદી અને શીલ્પેશભાઇ મગનભાઇ ગલાણી નામના શખ્સોને રૂ. 10,400 ની રોકડ સાથે તેમ જ રૈયાધાર મફતીયાપરા, ચુનાના ભઠ્ઠા સામે આવેલી રાઘેશ્યામ ગૌશાળાના બાજુમાં રહેતો દીલીપ મોહનભાઇ પરમારના મકાનમાં પાડી દીલીપ સહિત પીયુષ રાણાભાઇ પરમાર, પ્રકાશ નાનજીભાઇ ચાવડા, મુકેશ રામજીભાઇ સોલંકી, ઇસરાર શાહ નીશાર શાહ, શહઝાદશાહ શેરદીલીશાહ અને જયેશ મોહનભાઇ પરમારને રૂ. 10,700 ની રોકડ સાથે ઝડપી લીધા છે.
જયારે પાંચમો જુગારનો દરોડો ખોડીયાર નગર શેરી નં. 1/6 માં રહેતો દોસમામદ કાસમભાઇ અભેસોરાના મકાનમાં પાડી જુગાર ખેલતા દોસમામદ, કાળુ વાઘજીભાઇ સોલંકી, આરીફ નુરાભાઇ કુકડ, હરેશ રત્નાભાઇ મીર અને ધવલ બચુભાઇ ગોહેલને રૂ 1ર,350 ની રોકડ સાથે માલવીયાનગર પી.એસ.આઇ. વી.કે. ઝાલા હેડ કોન્સ્ટેબલ મસરીભાઇ ભેટારીયા, યુવરાજસિંહ જાડેજા અને કોન્સ્ટેબલ ભાવેશભાઇ ગઢવીએ ઝડપી લીધા છે.