આંબેડકરનગર, જીવંતીકાનગર, ઉદયનગર અને મનહરપૂરમાંથી ‚રૂ.૧.૭ લાખનો મુદામાલ કબ્જે
શહેરમાં દા‚ જુગારની બદીને ડામવા પોલીસે કવાયત હાથ ધરી છે. ત્યારે આંબેડકરનગર, જીવંતીકાનગર,ઉદયનગર અને મનહરપૂરમાં જુગાર રમાતો હોવાની બાતમીનાં આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતી નવ મહિલા સહિત ૨૫ શખ્સોની ધરપકડ કરી હતી. જુગારના પટમાં રહેલ ‚રૂ.૧.૭ લાખની રોકડ કબ્જે કરી હતી. પોલીસે જુગારધારા મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જીવંતીકાનગરમા રહેતી રીટાબેન રામજીભાઈ વાગડીયાના મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીનાં આધારે ગાંધીગ્રામ પોલીસે દરોડો પાડયો હતો. જુગાર રમતી રીટાબેન રામજીભાઈ વાગડીયા, હંસાબેન ઘોઘાભાઈ વરાણીયા, મીનાબેન રાજુભાઈ બાહુકીયા, ગીતાબેન ગીરીશભાઈ યાદવ, જશુબેન ધી‚ભાઈ બહુકીયા, માયાબેન રાજુભાઈ આહિર, રક્ષાબેન કિરીટભાઈ પુજા અજયભાઈ ગોહેલ અને નાથીબેન નાનજીભાઈ ગોહેલને ‚રૂ.૧૧૨૨૦ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા.
આંબેડકરનગર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીનાં આધારે માલવીયાનગર પોલીસ દરોડો પાડી જુગાર રમતા મહેશ ડાયા મુછડીયા, અંકીત જગદીશ મકવાણા, સંજય લાખા પરમાર, અજય જીવા ચાવડા અને ધર્મેશ માધવજી ચાવડાને દબોચી લીધા હતા. જુગારના પટમાં પડેલ ‚રૂ. ૨૪૭૫૦ની રોકડ રકમ પોલીસે કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
જયારે ઉદયનગર અને મનહરપૂર વિસ્તારમાં જુગારધામ ચાલતુ હોવાની બાતમી મળતા ક્રાઈમ બ્રાંચની ટીમે દરોડો પાડયો હતો. જેમાં ઉદયનગરમાં જુગાર રમતા ગોપાલ અરજણ મકવાણા, ધર્મેશ વિજય દુધરેજીયા, ધર્મેશ વિજય પરમાર અને નારણ ગોગા ટોળીયાને ‚રૂ. ૬૦૩૦૦ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા.
મનહરપૂર રોડ હનુમાન મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા નિલેશ પ્રેમજી રાઠોડ, ભાવેશ હિરા રાઠોડ, કિશોર હિરા રાઠોડ, રાજુ ‚પસંગ રાઠોડ, કુમાર પ્રેમજી રાઠોડ, રમેશ વિરા સોલંકી અને દિપક ગોપાલ રાઠોડને દબોચી લીધા હતા. જુગારના પટમાં રહેલા ‚રૂ.૧૦૭૮૦ની રોકડ રકમ કબ્જે કરી હતી ચારેય દરોડામાં જુગાર રમતા શખ્સો સામે જુગારધારા મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.