સુરેન્દ્રનગર જીલ્લાના પોલીસ અધિકારી દીપકકુમાર મેઘાણી એ સુરેન્દ્રનગર જીલ્લામાં જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર બંધ કરાવવા સુચના આપેલ હોય જેથી એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર એન.કે.વ્યાસના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર આ.ડી.ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ વાઘેલા તથા પ્રતાપસિંહ પરમાર તથા પોલીસ કોન્સ્ટેબલ વિજયસિંહ દિપસિંહ રાણા તથા જયરાજસિંહ લાલુભા ખેર વિગેરે એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા.
તે દરમ્યાન સાથેના હેડ કોન્સ્ટેબલ વાઘેલા ને અગાઉથી મળેલ બાતમી આધારે શિયાણી ગામે લીંબડી રોડ બસ સ્ટેન્ડ પાસે આવેલ ઓરડીમાં જુગાર અંગે રેઇડ કરતા તીન પતિ પૈસાની હારજીત નો જુગાર રમી રમાડી જુગારનો અખાડો ચલાવી ૬ ઇસમો દિવ્યરાજસિંહ શિવુભા બોરાણા (કારડીયા રજપૂત) ઉ.રર, રહે.શિયાણી, સુરેશભાઇ દેવશીભાઇ તલસાનિયા (દેવી પૂજક), ચંદુભાઇ ગોરધનભાઇ ઝીંજુવાડીયા, કરશનભાઇ મનજીભાઇ મકવાણા, ધનજીભાઇ ગોરધનભાઇ લકુમ, અશોકભાઇ વાલજીભાઇ લકુમ તમામ રહે. શિયાણીવાળાઓને પકડી તેઓની પાસેથી રોકડ રકમ રૂ.૧૯૬૧૦/- તથા મોબાઇલ નંગ પ કીંમત રૂ.૩૦૦૦/- તથા પાથરણું -૧ કિંમત રૂ.ર૦/- તથા ગંજીપા નંગ ર કિંમત રૂ. ૦૦ તેમજ મો.સા.કી. રૂ.ર૦૦૦૦/- મળી કુલ રૂ.૪ર૬૩૦/- ના મુદામાલ સાથે પકડી પાડી તેઓ વિરૂધ્ધ લીંબડી પોલીસ સ્ટેશનમાં કાયદેસર ની કાર્યવાહી કરેલ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com