મોરબી, પાટડી, વિરમગામ, રાધનપુર, માંડલ, હારીજ અને અમદાવાદના મળી 27 પંટરો પકડાયા
રોકડા 3.57 લાખ, 23 મોબાઈલ અને આઠ કાર કબ્જે કરતી એલ.સી.બી.
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના વિસનગર ગામની વાડીમાં ધમધમતી જુગાર કલબ પર એલ.સી.બી.એ દરોડો પાડી મોરબી, પાટડી, વિરમગામ, રાધનપુર, માંડલ, હારીજ અને અમદાવાદના પંટરો મળી 27 શખ્સોની ધરપકડ કરી જુગારના પટમાંથી રોકડા રૂ.3.57 લાખ 23 મોબાઈલ અને આઠ કાર મળી રૂ. 33.78 લાખનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. વધુ વિગત મુજબ થર્ટીફસ્ટની રાત્રી દરમિયાન હોટલો, ફાર્મહાઉસ, કલબો અને પ્રાઈવટ પાર્ટી પ્લોટમાં ઉજવણીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા એસ.પી. હરેશ દુધાતે આપેલી સુચનાને પગલે એલ.સી.બી.ના પી.આઈ. વી.વી. ત્રિવેદી સહિતના સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યું હતુ.
પેટ્રોલીંગ દરમિયાન પાટડી તાલુકાના વિસનગર ગામે રહેતા મનુભા ઉદુભા ઝાલા નામના શખ્સ પોતાની વાડીમાં જુગારધામ ચલાવતા હોવાની મળેલી બાતમીનાં આધારે પી.એસ.આઈ. વી.આર.જાડેજા સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો.
દરોડા દરમિયાન જુગાર રમતા વાડી માલીક મનુભા ઉદુભા ઝાલા, મોરબીનાં નરેશજી જીલાજી મુલાડીયા, વિરમગામનો ગભા અમરશી ઠાકોર, પાટડીનો નરેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ ઝાલા, અમદાવાદનો હર્ષદ લક્ષ્મણ સાધુ, વારાહીનો નીતીન હસમુખ ઠકકર, પાટડી અજીત ભગા ઠાકોર, વિરમગામનો મંગા ધરમશી ઠાકોર, દિનેશ અમરા રાઠોડ, શંખેશ્ર્વર નરશી મધુ સિંઘવ, મોરબી રફીક અબ્દુલ રાજા, હારીજ હિતેશ પ્રવિણચંદ્ર ઠકકર, સવશી મફા યોગી, વિરજી ગામનો મુકેશ ચંદુ ઠાકોર, પાટણનો નવીન કરશન પટેલ, સાંતલપુરના પ્રફુલ હસુ ઠકકર, વડગામનો વિષ્ણુકમા રાઠોડ, રાધનપુર રમેશચંદ્ર છગનલાલ ઠકકર, વિરમગામનો કિરીટ બચુ પંચાલ, મોરબીનો હિતેન્દ્ર મોહન મારવાડીયા, આદરીયાણા કરશન ભગવાન રજપુત, પાટડીનો મનુ વિરજી ઠાકોર, હારીજ હિતેશ શાંતીલાલ ઠકકર, માંડલ મનુ રજુ ડોડીયા, પાટડી જીતુદાન શંકરદાન ગઢવી, પાટડીનો મોહન વાલા ડોડીયા અને વિરમગામનો જીતુ પ્રતાપ બાદુવા, સહિત 27 શખ્સોની ધરપકડ કરી જુગારના પટમાંથી રોકડા રૂ. 3.57 લાખ 23 મોબાઈલ અને આઠ કાર મળી રૂ. 30.78 લાખનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.