૪.૩૨ લાખનો મુદામાલ કબ્જે: સોની યુવાન બહારથી માણસો બોલાવી અડ્ડો ચલાવતો હતો
ઉ૫લેટા શહેર બહાર ગામથી જુગાર પ્રેમીઓને રમવા માટેનું સ્વર્ગ ગણાય છે. સૌરાષ્ટ્રભરના જુગારીઓ કરોડો રૂપિયાનો જુગાર રમવા ઉપલેટાની સલામત માને છે ત્યારે નવ નિયુકત પી.આઇ. રાણાએ ગત રાત્રે સોનીના રહેણાક મકાન ઉપર દરોડો પાડી નવ બાજીગરોને રૂ. ૪ લાખ ૩૨ હજાર ૮૮૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.
નવ નિયુકત પી.આઇ. કે.જે.રાણાને મળેલી ચોકકસ બાતમીને આધારે ોલીસ કાફલા સાથે દરબારગઢ સોની યુવાનના ઘરે રેડ કરતા બહાર ગામથી માણસોની બોલાવી શહેરમાં જુગારનો અખાડો ચલાવતો સોની યુવાન મયંક બીપીનભાઇ ધોળકીયા (ઉ.વ.૨૫), રહે દરબારગઢ કંડોરીયા શેરી, સોની બજાર, પોતે પોતાના કબ્જા ભોગવટા વાળા મકાનમાં જુગાર રમતો અને રમાડતો હોય તેને ઝડપી લઇ ત્યા જુગાર રમતા રમેશચંદ્ર વૃંદાવનદાસ રાજપરા જાતે સોની વાણીયા, રહે. રેલવે સ્ટેશન પાસે, વિપુલ ટાવર બ્લો નં. ૨૦૩, નીરજ વિજયભાઇ કુલચંદાણી જાતે સિંધી (ઉ.વ.૩૪) રહે. જમનાવાડ રોડ ધોરાજી, ગોપી પાન પાસે, ધોરાજી, પરેશ કિશાનભાઇ જાતે લોહાણા (ઉ.વ.૩૬) જમનાવાડ રોડ શિક્ષક સોસાયટી બ્લોક નં. ૨૦૨ ધોરાજી, મિલન અરવિંદભાઇ ચરાવડા, જાતે સોની વાણીયા (ઉ.વ.૪૧) દ્વારકેશ એપાર્ટ નં.૨૦૨, ધોરાજી, રજની કેશવલાલ રાજપરા જાતે સોની (ઉ.વ.૩ર) રહે સ્વામી નારાયણ મંદીર વાલવા ચોરો, ધોરાજી, મિલન સુભાષભાઇ વિપાણી જૈન વાણીયા જૈન વાણીયા રહે. સ્ટેશન પ્લોટ બગીચા પાસે ધોરાજી, સાગર વસંતભાઇ ગોકાણી (ઉ.વ.ર૭) બાલવા ચોરા પાસે ધોરાજી વાળાને રોકડ રકમ ૧,૪૮,૮૮૦ તેમજ ઇકો કાર કિંમત રૂ. ૨.૫૦ લાખ
મોબાઇલ કિંમત ૩૪૦૦૦ મળી કુલ રૂ. ૪,૩૨,૮૮૦ો ના મુદા માલ સાથે નવ શખ્સોનું ઝડપી લીધા હતા.