ગોંડલમાં ઘોડીપાસાનો જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા
અબતક, રાજકોટ
ગોંડલ તાલુકાના હડમતાળા ગામે વાડીમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી જુગાર રમતા રાજકોટનાં નવ પત્તાપ્રેમીને રોકડ, મોબાઇલ અને બે વાહન મળી રૂ. 5.22 લાખના મુદામાલ સાથે એલ.સી.બી.એ ધરપકડ કરી છે જયારે દરોડા દરમિયાન વાડી માલીક હાજર ન હોય તેની શોધખોળ હાથ ધરી છે. અને ગોંડલ શહેર પોલીસે સરકારી હોસ્પિટલની સામે ઘોડીપાસાનો જુગાર રમતા ત્રણ શખ્સની રૂ. 11 હજારની રોકડ સામે ધરપકડ કરી છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહીતી મુજબ રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એ. આર. ગોહિલના સહીતના સ્ટાફ પેટ્રોલીયમમાં હતો તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ રવિદેવભાઇ બારડ, કોન્સ્ટેબલ પ્રકાશભાઇ પરમાર અને નૈમીષભાઇ મહેતાને માહીતી મળી હતી કે ગોંડલ તાલુકાના હડમતાળા ગામે રહેતા રમેશભાઇ ગાંડુભાઇ વીરડીયાની વાડીમાં જુગારનો અખાડો ચાલી રહ્યો છે જેના આધારે એલ.સી.બી. ની ટીમો વાડીમાં જુગારનો દરોડો પાડી જુગાર ખેલતો સહકાર મેઇન રોડ પર નવનીત ડેરીની સામે રહેતો દામજી નાનજીભાઇ સિઘ્ધપુરા નામના સંચાલત સહીત રણુજા મંદિર પાછળ શ્યામ પાર્કનો અશોક નાથાભાઇ ઉનડકટ, જીવરાજ પાર્ક લક્ષ્મણ ટાઉન શીપ બી-409 નો જીતેન્દ્ર હરીભાઇ વેકરીયા, જલારામ સોસાયટી-રમાં રહેતો ઉમેશ બાવનજીભાઇ ઝાલાવડીયા, કોઠારીયા રોડ પર ગ્રીન પાર્ક-7 નો વજુભાઇ રાયધનભાઇ બકોત્રા, સીતારામ સોસાયટી નજીક કનુ ત્રીભુવનભાઇ ગોયાણી, રેલનગરમાં આવેલી શકિત સોસાયટી-1 માં રહેતો વિજય જેન્તીભાઇ ગણાત્રા, વાવડીમાં વ્રજ એપાર્ટમેન્ટમાં રહેતો નીતેષ ઉર્ફે નીતીન નાનજીભાઇ અકબરી જામકંડોરણા રાજુ ગોવિંદભાઇ ધોડીયા અને રામજીભાઇ ઉર્ફે જયેશ છગનભાઇ જીજુવાડીયાને રૂ. 30 હજારની રોડક, 10 મોબાઇલ અને બે વાહન મળી રૂ. 5.22 લાખના મુદામાલ સાથે એલસીબી પી.આઇ. એ.આર. ગોહિલ, પી.એસ.આઇ. એસ.જે. રાણા, એ.એસ.આઇ. મહેશભાઇ જાની, હેડ કોન્સ્ટેબલ રવિદેવભાઇ બારડ, બાલકૃષ્ણભાઇ ત્રિવેદી, મહીપાલસિંહ જાડેજા, કોન્સટેબલ પ્રકાશભાઇ પરમાર, નૈમીષભાઇ મહેતા સહીતના સ્ટાફે ધરપકડ કરી છે. જયારે ગોંડલ શહેરમાં આવેલી સરકારી હોસ્પિટલની સામે જાહેરમાં ઘોડીપાસાનો જુગાર ખેલતા અજય જેન્તીભાઇ સોલંકી, અકરમ ઉર્ફે બકરો ઇસાકભાઇ સુમરા અને અશોક રમેશભાઇ વાઘેલાને રૂ. 11 હજારની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા છે.