રોકડ, ૧૦ મોબાઈલ અને ત્રણ વાહન મળી રૂ.૩.૫૫ લાખનો મુદ્દામાલ કબજે: વાડી માલિક ફરાર

પડધરી પંથકમાં જુગારધામનું હબ બન્યું હોય તેમ એક સપ્તાહમાં ૫ થી વધુ જુગાર કલબો પકડાઈ છે. જેમાં વધુ એક સ્થાનિક પોલીસે રંગપર ગામે વિરડા ફાર્મ હાઉસમાં દરોડો પાડી ૯ શખસોની ધરપકડ કરી જુગારના પટમાંથી ૫૧ હજાર રોકડા, ૯ મોબાઈલ અને ત્રણ વાહન મળી રૂા.૩.૫૫ લાખનો મુદ્દામાલ કબજે કરી નાસી છુટેલા વાડી માલીકની શોધખોળ હાથ ધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ પડધરી તાલુકાના રંગપર ગામે વિરડા ફાર્મ હાઉસના માલીક રાયમલ વીરા વિરડા નામનો શખસ પોતાની વાડીમાં જુગાર કલબ ચલાવતો હોવાની એએસઆઈ ભગીરથસિંહ એમ.જાડેજાને મળેલી બાતમીના આધારે પીએસઆઈ પરમાર સહિતના સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા રાજકોટના માધાપર ચોકડી પાસે રહેતા કેતન કરશન મિયાત્રા, નંદનવન સોસાયટીમાં રહેતા રમેશ શામજી પરેશા, આસ્થા સોસા.માં રહેતા દિવ્યરાજસિંહ સહદેવસિંહ જાડેજા, બજરંગવાડીમાં રહેતા વિરેન્દ્રસિંહ નાનભા જાડેજા, સ્ટર્લીંગ હોસ્પિટલ પાછળ ધર્મરાજ પાર્કમાં રહેતા કરન નના મિયાત્રા, રાધે રેસિડેન્સીમાં રહેતા રસીક દેવસી કગથરા, ભારતીનગરમાં રહેતા દિગપાલ દિગુભા જાડેજા, બજરંગવાડીમાં રહેતા સુધીર ભુપતભાઈ તેરૈયા અને ઘંટેશ્ર્વર કલ્યાણ સોસાયટીમાં રહેતા જનકસિંહ નિરુભા પરમારની ધરપકડ કરી જુગારના પટમાંથી ૫૧ હજાર રોકડા, ૧૦ મોબાઈલ, ૩ બાઈક અને કાર મળી રૂા.૩.૫૫ લાખનો મુદ્દામાલ કબજે કરી નાસી છુટેલા ફાર્મ હાઉસના માલીક રાયમલ વીરા વિરડાની શોધખોળ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.