જામજોધપુર તાલુકાના મોટા વડીયા ગામમાં એલસીબીની ટીમે જુગારનો દરોડો પાડી  18 શખ્સો ને ઝડપી લીધા હતા, અને  રૂપિયા 16.65.300 ની માલમતા કબજે કરી છે. જામજોધપુર- ભાણવડ લાલપુર સહિતના આસપાસના વિસ્તારમાંથી અનેક જુગારીયા તત્વો એકત્ર થયા હોવાની બાતમીના આધારે એલસીબી ની ટીમે તમામની અટકાયત કરી લીધી હતી.

રોકડ, બેકાર અને 13 મોબાઈલ મળી રૂ.16.65 લાખનો મુદામાલ કબ્જે કર્યો

જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે જામજોધપુર તાલુકાના મોટા વડિયા ગામમાં શનિવારે મોડી સાંજે જામજોધપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના ઉપરાંત દેવભૂમિ- દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકના અને લાલપુર પંથકના કેટલાક જુગારીયા તત્વો એકત્ર થઈને જુગાર રમવા માટે એકત્ર થયા છે, જે ચોક્કસ બાતમીના આધારે એલસીબી ની ટુકડી ત્રાટકી હતી. જે દરમિયાન 18 જેટલા શખ્સો ગંજી પાના વડે રોન પોલીસનો જુગાર રમતાં મળી આવ્યા હતા.

આથી પોલીસે સંજય કરસનભાઈ ચાવડા, રામભાઈ રણમલભાઈ ચાવડા, કરસનભાઈ પાલાભાઈ ચાવડા, જીવાભાઇ નાથાભાઈ બૈડીયાવદરા, પાલાભાઈ વેજાણંદભાઈ કનારા, એભાભાઈ દેવરખીભાઈ કનારા, ગોવિંદભાઈ અરજણભાઈ બૈડિયાવદરા, હમીરભાઈ પરબતભાઈ કનારા, ગિરધરભાઈ કાનજીભાઈ વિસાવડીયા, નાથાભાઈ નારણભાઈ ગમારા, સતિષભાઈ ભીખુભાઈ માણસુરીયા, અશોકભારથી રમણીકભારથી ગોસાઈ, જયેશ રામજીભાઈ ચૌહાણ, પંકજ ધનજીભાઈ નકુમ, બાબુભાઈ બચુભાઈ ખવા, સંજય રમણીક લાલ ગોસ્વામી, હેમત ડાડુભાઈ ચાવડા, અને ઘેલાભાઈ માવજીભાઈ મહેતા સહિત 18 શખ્સોની અટકાયત કરી લઈ, તેઓ પાસેથી રૂપિયા 68,300 ની રોકડ રકમ,  કાર, એક ફોચ્ર્યુન કાર, 13 નંગ મોબાઈલ ફોન સહિત કુલ 16,65,300 ની માલમતા કબજે કરી હતી. આ દરોડા ને લઈને જામજોધપુર પંથકમાં ભારે દોડધામ થઈ હતી

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.