રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને ગીર સોમનાથના શખ્સો જુગાર રમવા આવ્યા’તા: રોકડ, ત્રણ કાર અને 23 મોબાઇલ મળી રૂા.16.14 લાખનો મુદામાલ ક્બ્જે
અબતક,રાજકોટ
જસદણ તાલુકાના લીલાપર ગામના મુકેશ શંભુ ડોબરીયાની વાડીમાં ઘોડીપાસાની જુગાર કલબ ચાલતી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને ગીર સોમનાથના મહિલા સહિત 26 શખ્સોની રૂા.16.14 લાખના મુદામાલ સાથે ઝડપાયા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જસદણના લીલાપર ગામના મુકેશ શંભુ ડોબરીયા નામના શખ્સે પોતાની વાડીમાં ઘોડીપાસાની જુગાર કલબ શરૂ કર્યાની પી.એસ.આઇ. કે.જે.રાણા અને હેડ કોન્સ્ટેબલ સુરેશભાઇ ગોહિલને મળેલી બાતમીના આધારે ગતરાતે જુગાર અંગે દરોડો પાડયો હતો.
જુગારના દરોડા દરમિયાન સાયલાના હણીયા ગામના વનરાજ અમરા ખાચર, હીંગોળગઢના નિતેશ વાઘા ધરજીયા, રાજકોટના મુકેશ લક્ષ્મીદાસ કોટક, મુકેશ મજુ સોલંકી, કિરણ તુલશી ધામેલીયા, હબીબ અલી ઠેબા, હરી ભગુ સિંધી, ખમીશા અલ્લારખા જુણાજ, નરેન્દ્રભાઇ લખુભાઇ કોટીલ, રાણપુરના સંજય પ્રભુ નાકીયા, સાયલા હરણીયાના ધનજી રાજા સરવૈયા, મોરબીના ભાવેશ બાલુ સતાપરા, અશોક નાથા અઘેરા, સતિષ ચંદુ પટેલ, કાંતી અમરશી સવસાણી, ઘ્રાંગધ્રાંના સિકંદર ઇકબાલ મોવર, મુળીના ચંદુ મશરૂ કોરડીયા, બરવાળાના યુવરાજભાઇ અલ્કુભાઇ વાળા, ગોંડલના રફીક બાવા લાખાણી, ધ્રાંગધ્રાંના મકબુલ હુસેન મુસ્તાક સંધી, જુનાગઢના ફિરોજ યુસુફ બ્લોચ, ધ્રાંગધ્રાંના પ્રવિણ નટુ કણઝારીયા, વેરાવળના ઇમરાન હાસમ જાગા અને જસદણના કડુકાના વલ્લભ પ્રેમજી બોરાણી તેમજ માણાવદરના નાનડીયા ગામની મીનાબેન છગનભાઇ ઓડેદરાની ધરપકડ કરી છે.
પોલીસે રૂા.8.92 લાખ રોકડા, 23 મોબાઇલ અને ત્રણ કાર મળી રૂા.16.14 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. જુગાર રમવા ખાનગી શાળાના સંચાલક કડુકાના વલ્લભ પ્રેમજી બોરાણી ઝડપાયો છે. જ્યારે જુગાર કલબ સંચાલક વાડી માલીક મુકેશ શંભુ ડોબરીયાની પોલીસે શોધખોળ હાથધરી છે.