ગોંડલ, ત્રાકુડા, જેતપુર અને ચારણ સમઢીયાળામાં જુગારના દરોડા, ૨૬ પતાપ્રેમી ઝડપાયા
રાજકોટ જિલ્લામાં શ્રાવણીયા જુગારની મોસમ પુરબહાર ખીલી છે. ગોંડલ શહેર, ત્રાકુડા, જેતપુર, ચારણ સમઢીયાળા અને ઢાંક ખાતે ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી ૩૫ પતાપ્રેમીની ધરપકડ કરી રૂ.૪.૫૦ લાખનો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે. પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઉપલેટા તાલુકાના ઢાંક ગામે રહેતા પ્રતાપ રાણીંગ જળુની વાડીમાં જુગાર રમતા હોવાની એલસીબીના પીઆઈ એમ.એન.રાણા, કોન્સ્ટેબલ સંજય પરમાર અને નારણ પંપાણીયાના મકાનમાં જુગાર રમાતો હોવાની મળેલી બાતમીના આધારે દરોડો પાડયો હતો.
દરોડા દરમિયાન પ્રતાપ રાણીંગ જળુ, હેમન અંબાવી પટેલ, અલ્પેશ કરશન સુવા, રવિ હરસુર માંકડ, ભરત મુળજી બારૈયા, દશરથસિંહ હઠુભા વાળા, અશ્ર્વિન પરસોતમ કાલરીયા, પ્રવિણ ઉર્ફે પીઠો જલા કરમુર અને હાર્દિક બાબુ છેલાણાની ધરપકડ કરી જુગારના પટમાંથી રોકડા રૂ.૧,૦૮,૮૦૦, નવ મોબાઈલ અને કાર મળી રૂ.૩.૮૯ લાખનો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.
જેતપુરના ચારણ સમઢીયાળા ગામે જાહેરમાં જુગાર રમતા શૈલેષ ઉધાડ, અલ્પેશ પટેલ, રણજીત મગન મકવાણા, સંજય જેરામ ઉધાડ, પિન્ટુ મનસુખ ઉધાડ અને અરવિંદ પરબત પટેલની ધરપકડ કરી રૂ.૧૦,૪૦૦નો મુદામાલ કબજે કર્યો છે. જેતપુરના ફુલવાડીમાં રહેતા ધર્મેન્દ્ર જેન્તી લોહાણાના મકાનમાં જુગાર રમતા ધર્મેન્દ્ર લોહાણા, હસન સલીમ પીંજારા, હબી મેંદુ સોમૈયા, મયુર દિલુ ખાખડીયા, દિપક દિલીપ ચેલાણી અને નજુ દાના કાઠીની ધરપકડ કરી રૂ.૫૫૦૦નો મુદામાલ કબજે કર્યો છે.
ગોંડલ તાલુકાના ત્રાકુડા ગામે જુગાર રમતો જગદીશ ગાગજી સાગઠીયા, રવજી બીજલ બોરીચા, ઉતમ રમેશ રાઠોડ, અરવિંદભાઈ, વિનોદ ગોવિંદ સાગઠીયા, રાજેશ કરમશી મકવાણા અને દિલીપ પોલા ડવેરાની ધરપકડ કરી રૂ.૧૦૨૫૦નો મુદામાલ કબજે કર્યો છે. ગોંડલ દાસી જીવણ પાર્ટી પ્લોટ પાસે જુગાર રમતો નિકુંજ સુરેશ ચનિયારા, રમેશ ભીખા રૈયાણી, ધીરૂ મોહન રૈયાણી, રાહુલ પ્રાગજી લાંભીયા, અર્જુન રમેશ રૈયાણી, નૈયનીશ ધીરૂરૈયાણી અને રજનીકાંત દેવજી હડિયાની ધરપકડ કરી રૂ .૨૪,૯૦૦નો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી કરી છે.