રાજકોટ જિલ્લામાં પાંચ સ્થળે જુગારના દરોડા પાડવામાં આવ્યા છે. ગોંડલમાં ત્રણ, જેતપુરના અમરનગર અને પડધરીના ખાખડાબેલા ગામે જુગાર ખેલતા 33 શખ્સોની ધરપકડ કરી નાશી છૂટેલા બે શખ્સોની શોધખોળ હાથધરી વાહનો, મોબાઇલ અને રોકડ મળી રૂા.5.25 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.

ગોંડલમાં ત્રણ સ્થળો અને જેતપુરના અમરનગરમાં જુગારના દરોડા : રૂા.5.25 લાખનો મુદ્દામાલ કબ્જે

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પડધરી તાલુકાના ખાખડાબેલા ગામે રહેતા ક્રિપાલસિંહ જુવાનસિંહ જાડેજાની વાડીમાં રાજકોટની આલાપ એવન્યુ સોસાયટીમાં રહેતા નિલેશ ગિરધર અકબરી નામના વેપારીએ જુગારની ક્લબ શરૂ કર્યાની એલ.સી.બી.ના હેડ કોન્સ્ટેબલ રવિભાઇ બારડને મળેલી બાતમીના આધારે પી.આઇ. એ.આર. ગોલિહ અને પી.એસ.આઇ. એમ.એમ.રાણા સહિતના સ્ટાફે દરોડો પાડ્યો છે.

દરોડા દરમિયાન જુગાર રમતા નિલેશ ગિરધર અકબરી, કાલાવડ રોડ, પંડિત દિન દયાલનગરના અમરજીતસિંહ કિરીટસિંહ જાડેજા, થોરાળા વિજયનગર કેશવજી ચાવડા, શાસ્ત્રી નગર નરેન્દ્રસિંહ અપુભા જાડેજા, યોગીનગર સુરેશ ધિરજ કટારિયા, ઇન્દિરાનગર જેસીંગ કાનજી ચૌહાણ, સીતારામ સોસાયટી કનુ ત્રિભુવન ગોપાણી, મહેશ્ર્વરી સોસાયટીના હિરેન શૈલેષ તન્ના, વાડી માલિક ક્રિપાલસિંહ જુવાનસિંહ જાડેજા, ખાખડાબેલા પ્રદિપસિંહ બટુકસિંહ જાડેજા, અને ધ્રોલના જાળીયા દેવાણીના રાજદીપસિંહ બળવંતસિંહ જાડેજા સહિત 11 શખ્સોની ધરપકડ કરી જુગારના પટમાંથી 1.26 લાખ,10- મોબાઇલ અને ચાર-વાહન મળી રૂા.4.47 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

જ્યારે ગોંડલના ગોકુળીયા પરામાં જુગાર રમતા અનિલ સોરઠીયા, હિતેષ રૂપાણી અને અરવિંદ સોલંકીની ધરપકડ કરી 15,300નો મુદ્દામાલ કબ્જે કરી બાબુ અને ગોબર નાશી છૂટતા ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

જ્યારે હરભોલે ક્રિષ્નાપાર્ક સોસાયટીમાં જુગાર રમતા હરેશ પ્રવિણ મકવાણા, આકાશ વાવડીયા, બલવંત રાઠોડ અને કિરીટ દેવમુરારીની ધરપકડ કરી 10,200નો મુદ્દામાલ કબ્જે કર્યો છે તેમજ ગોંડલના વોરા કોટડા રોડ આવાસ ક્વાર્ટરમાં રહેતા સુનિલ જોષીના ક્વાર્ટરમાં જુગાર રમતા સુનીલ જોષી સહિત નવ શખ્સોની ધરપકડ કરી 42 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

ઉપરાંત જેતપુરના અમરનગર ગામે મયુર ઉર્ફે મહેશ મેરામ ખાંટની ઓરડીમાં જુગાર રમતા મયુર ઉર્ફે મહેશ ખાંટ સાત શખ્સોની ધરપકડ કરી 10 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.