એલસીબીએ દરોડો પાડી આઠ શખ્સોની ધરપકડ કરી: રોકડા અને ત્રણ કાર મળી રૂ.૧૦ લાખનો મુદામાલ કબ્જે

રાણાવાવના બોરડી ગામ નજીક એલસીબીને નાલ ઉઘરાવી રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી આઠ શખ્સો સાથે ૧૦ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ એએસઆઈ બટુકભાઈ વિંઝુડા તથાપીસી વિજયભાઈ જોષીને મળેલી સંયુકત બાતમીને આધારે, પોરબંદર રાણાબોરડી ગામથી દોલતગઢ ગામ તરફ જતા રસ્તે પુલ પાસેથી આરોપી આદમ હુશેનભાઈ શમા રહે. બોરડી ગામ, તા. રાણાવાવ, જી. પોરબંદર વાળાએ પાતેના કબ્જા ભોગવટાની વાડીમાં આવેલ રહેણાંક મકાનમાં બહારથી માણસોને બોલાવી પોતાના અંગત ફાયદા સારૂ નાલઉઘરાવી ગંજીપતાના પાના પૈસા વડે રોનપોલીસ નામનો હારજીતનોજુગાર રમી રમાડી જુગારનો અખાડો ચલાવતો હતો.

જે આધારે ઉપરોકત જગ્યાએ રેઈડ કરતા આરોપી આદમ હુશેનભાઈ શમા રહે. બોરડી ગામ, સાજણ દેવાણંદભાઈ બંધીયા રહે. વિજયપુરગામ, તા. ભાણવડ,રામા નાગાભાઈ કેશવાલા રહે,કેશવગામ, મહેન્દ્ર જેઠાલાલ જોષી રહે. લાંબા ગામ, તા. કલ્યાણપૂર, રાજુ મોતીભાઈ બશરાણી રહે. ઉપલેટા, નિલેશ ધીરજલાલ મહેતા રહે. ઉદ્યોગનગર, પ્રકાશ ધનજીભાઈ રાઠોડ રહે. બાવળવાવ ગામ, આરીફ કાસમભાઈ જોખીયા રહે. મોતીચોક, રાણાવાવ, વાળાઓનાં કબ્જામાંથી ગંજીપતા તથા રોકડા રૂ.૮૨૯૦૦ તથા ફોર વ્હીલ કાર નં. ૩ કિ. રૂ.૯,૨૫,૦૦૦ મળી કુલ રૂ.૧૦,૦૭,૯૦૦ના મુદામાલ સાથે જુગાર રમતા પકડી પાડયા છે. અને રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

આ કામગીરીમાં પોરબંદર એલસીબી પીઆઈ એન.એન.રબારી એન.એમ. ગઢવી, એએસઆઈ બી.એલ. વિંઝુડા, રમેશભાઈ જાદવ, તથા એચ.સી.હરેશભાઈ આહિર, ગોવિંદભાઈ મકવાણા, પી.સી.વિજયભાઈ જોષી, કરશનભાઈ મોડેદરા, રવિરાજ બારડ, લીલાભાઈ દાસા વિગેરે રોકાયેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.