રાજકીય અગ્રણીના આશિર્વાદથી ચાલતા જુગાર ધામ પર પોલીસે દરાડો પાડી રોકડા 2.73 લાખ, ત્રણ કાર, બે બાઇક અને 11 મોબાઇલ મળી રૂ. 10.63 લાખનો મુદામાલ કબ્જે: કાંધાસર ગામે જુગાર રમતા ચાર પકડાયા અને જોતા 11 પકડાયા
ચોટીલાના રાજકીય અગ્રણીના આશીર્વાદથી ચાલતા જુગાર ધામ પર પોલીસે દરાડો પાડી નંદનવન સોસાયટી નજીક જાહેરમાં જુગાર કલબ પર પોલીસે ત્રાટકને 10 શખ્સોની ધરપકડ કરી રોકડા, ત્રણ કાર અને મોબાઇલ મળી રૂ. 10.63 લાખનો મુદામાલ કબ્જે છે. જયારે મોટા કાંધાસર ગામે જુગાર રમતા ચાર ની ધરપકડ કરી છે તેમજ જુગાર નહી રમતા 11 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.
વધુ વિગત મુજબ ચોટીલાના નંદનવન સોસાયટી પાછળ જુગાર રમાતો હોવાની પી.આઇ. જે.જે. જાડેજાને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી, જુગાર રમતો હોવાની મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા નરેશ ઉર્ફે નશા રામજી સાગઠીયા, જોરુભા ભોજભાઇ ધાંધલ, મનીષ મુળજી રાઠોડ, ડાયા ભાયા સાગઠીયા, પીઠા હમીર બથવાર, ભરત ખમા સરવૈયા, સુરેશ ગેલા મારુણીયા, જીતેન્દ્ર મંગા રાઠોડ, ધર્મેશ પ્રવિણ જાદવ અને ભગા ભલા સાગઠીયાની ધરપકડ કરી રોકડા રૂ. 2.73 લાખ, ત્રણ કાર, બે બાઇક અને 11 મોબાઇલ મળી રૂ. 10.63 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
જયારે મોટા કાંધાસર ગામે જુગાર રમતા વિરા દેવશી બારૈયા, વિજય કુરજી મેમકીયા, ગીધા ધીરુ અને પ્રેમજી રના મકવાણાની ધરપકડ કરી જુગાર રમતા 10000 નો મુદામાલ કબ્જે કર્યો છે. જયારે જુગાર નહી રમતા 11 શખેની ધરપકડ કરી છે.