- શૌર્ય ચંદ્રકો, સેવા ચંદ્રકો, પુરસ્કારો અને સન્માનોની જાહેરાત કરવામાં આવી
- રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોનો સમાવેશ
રિપબ્લિક ડે 2024
Republic Day Awarded Medals : પ્રજાસત્તાક દિવસ 2024 માટે શૌર્ય ચંદ્રકો, સેવા ચંદ્રકો, પુરસ્કારો અને સન્માનોની જાહેરાત કરવામાં આવી છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પ્રજાસત્તાક દિવસ 2024ના અવસર પર પોલીસ, ફાયર સર્વિસ, હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણ અને સુધારણા સેવાઓના કુલ 1132 કર્મચારીઓને શૌર્ય અને સેવા મેડલ એનાયત કરવામાં આવ્યા છે.
On the occasion of the Republic Day 2024, a total of 1132 personnel of Police, Fire Service, Home Guard and Civil Defence and Correctional Service have been awarded Gallantry and Service Medals: MHA pic.twitter.com/peVuRfLoy8
— ANI (@ANI) January 25, 2024
પ્રજાસત્તાક દિવસ પર કુલ 277 વીરતા મેડલ આપવામાં આવશે.
277 શૌર્ય ચંદ્રકોમાંથી 72 પોલીસકર્મીઓ જમ્મુ અને કાશ્મીર પોલીસને, 18 પોલીસકર્મીઓ મહારાષ્ટ્રના, 26 પોલીસકર્મીઓ છત્તીસગઢના, 23 પોલીસકર્મી ઝારખંડના, 15 પોલીસકર્મી ઓડિશાના, 8 પોલીસકર્મીઓ દિલ્હીના, 65 પોલીસકર્મીઓ CRPFના, 21 પોલીસકર્મીઓ SSBના કર્મીઓનો સમાવેશ.
આ સિવાય બાકીના કર્મચારીઓમાં અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોનો સમાવેશ થાય છે. વિશિષ્ટ સેવા માટે 102 રાષ્ટ્રપતિ મેડલ (PSM)માંથી 94 પોલીસ સેવા, 4 ફાયર સર્વિસ અને 4 સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડ સેવાને એનાયત કરવામાં આવ્યા છે.
મેરીટોરીયસ સર્વિસ (MSM) માટેના 753 મેડલ્સમાંથી 667 પોલીસ સેવાને, 32 ફાયર સર્વિસને, 27 સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડ સેવાને અને 27 સુધારાત્મક સેવાને એનાયત કરવામાં આવ્યા છે.