શાપરના કારખાનેદાર પાસેથી બાકીમાં લીધેલા માલની રકમ ચુકવવા આપેલો ચેક પરત ફર્યો’તો

ગેલેક્સી એન્જીન્યરીંગના પ્રોપરાઈટરને ચેક રિટર્ન કેસમાં કોર્ટે છ માસની સજા અને ફરિયાદીને ત્રણ માસમાં રૂ.2 લાખ વળતર પેટે ના ચૂકવે તો વધુ છ માસની સજાનો હુકમ ફરમાવ્યો છે.

રાજકોટના ઉષા લાઈનર (શાપર) પ્રા.લી.માંથી  ગેલેક્સી એન્જીન્યરીંગના પ્રોપરાઈટર ભાવસાર બોષીનભાઈ અઘેરા (રહે.ગેલેરી પ્રોડક્ટસ, પ્લાસ્ટીક મોઝેક ટાઇલ્સની સામે શાપર)એ રૂા.2 લાખના ઉધાર માલની ખરીદી કરી હતી. જેની ચુકવણી માટે ચેક આપ્યો હતો. જે ચેક ફંડ ઈન્સ્ટીશીયન્ટના કારણોસર પરત ફર્યો હતો. જેથી નોટીસ પાઠવી ચેક ડિસઓનરની જાણ ક2ી ડિસઓનર થયેલ ચેકની રકમની ડિમાન્ડ કરેલ.

પરંતુ નોટીસ પીરીયડમાં ડિસઓનર થયેલ ચેકની રકમ નહિ ચુકતા ઉષા લાઈનર (શાપર) પ્રા.લી. અધિકૃત સાગર હંસરાજભાઈ લુણાગરીયાએ કોર્ટમાં ફરીયાદ દાખલ કરી હતી. જે કેસ ચાલી જતા કોર્ટે આરોપીને છ માસની સાદી કેદની સજા અને રૂ.2 લાખ ફરીયાદીને વળતર પેટે 3 માસમાં ચુકવવામાં નિષ્ફળ જાય તો વધુ 6 માસની સજા ફ2માવ્યો છે. આ કેસમાં ફરીયાદી ઉષા લાઈનર (શાપર) પ્રા.લી. વતી એડવોકેટ રાજદીપ એમ. દાસાણી રોકાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.