‘અબતક’ ચેનલ દ્વારા પ્રસ્તુત કલા રસીકોનો અતિ લોકપ્રિય કાર્યક્રમ ‘ચાલને જીવી લઈએ’માં રજૂ થતાં કલાકારો પોતાની આગવી કલાથી સૌરાષ્ટ્ર, ગુજરાત, દેશ અને વિદેશમાં વસતા કલારસીક ગુજરાતીઓને મંત્રમુગ્ધ કરે છે.
આપણા લોકસંગીતને લોકો વધુને વધુ માણે સાથે સાથે ખૂબ જ સારા પરંતુ અપ્રચલીત કલાકારોને પોતાની કલાને લોકો સુધી પહોંચાડવાનું એક પ્લેટફોર્મ મળે તે માટે ‘અબતક’ ચેનલનો પ્રયાસ રહ્યો છે.ચાલને જીવી લઇએ કાર્યક્રમમાં આજે જે કલાકારના કંઠે ગવાયેલા ભજનોની મોજ માણવી છે તે જુનાગઢના મજેવડી ગામના વતની ગજેન્દ્રભાઇ નિમાવત કે જેઓ સાત વર્ષ ગાયકીનો અનુભવ અતા મહમદ ખા અને આમીર ખુશરો પાસેથી મેળવ્યો છે.લોકગીત, ભજનો, કૃષ્ણભકિતના ગીતો, લોકગીતો વગેરેને પોતાની આગવી કલાથી શ્રોતાઓને મંત્ર મુગ્ધ કરનાર ગજેન્દ્રભાઇ છેલ્લા ૩૦ વર્ષથી કથાઓમાં પોતાની કલા રજુ કરે છે.તેઓએ દેશ-વિદેશના અનેક શહેરોમાં વસતા ગુજરાતીઓ સમક્ષ પોતાની કલા દ્વારા લોકોને તરબોળ કરનાર ગજેન્દ્રભાઇએ લંડન, સિકાગો, ન્યુયોર્ક, ન્યુજર્સી, કોલંબો જેવા વિદેશના શહેરોમાં પોતાની આગવી કલા પ્રસ્તુત કરી જુનાગઢનું ગૌરવ વધાર્યુ છે.ઉપરાંત આકાશવાણી દુરદર્શન પર તેઓએ પોતાની કલા રજુ કરી દર્શકોને મંત્ર મુગ્ધ કરવા ઉપરાંત નવરાત્રી ઉત્સવોમાં મુખ્ય ગાયક તરીકે પોતાની કલા પ્રસ્તુત કરનાર ગજેન્દ્રભાઇના કંઠે ગવાયેલા ભજનો આજે આપણે માણશું… તો જોવાનું ચુકશો નહી… ચાલને જીવી લઇએ.
આજે પ્રસ્તુત થનાર સુમધુર ગીતો
- * ગોપી ગીત….
- * માડી તારા કેટલા જનમ ની…..
- * ચાલોને વિદુર ઘેર જાયે….
- * સુદામાજી દ્વારકામાં આવ્યા…
- * નરસીં મહેતાની હુંડી….
- * સોના હિંઢોણી રૂપા બેડલું…..
- * આવીયા શ્રી ગોકુલ તારવા….
- * હારે દાણ માગે કાનુડો દાણ….
- * છેલડા હો છેલડા….
કલાકારો
- * કલાકાર:- ગજેન્દ્ર નિમાવત
- * ડીરેકટર એન્કર:- પ્રિત ગોસ્વામિ
- * તબલા:- મહેશ ત્રિવેદી
- * પેડ:- કેયુર બુઘ્ધદેવ
- * કી બોર્ડ:- પ્રશાંત સરપદડિયા
આ કાર્યક્રમ રાત્રે ૮ કલાકે અબતક ચેનલ, યુ-ટયુબ અને ફેસબૂક પર લાઈવ નિહાળી શકશો
- ઈન કેબલ ચેનલ નં.૫૬૧
- ડેન નેટવર્ક ચેનલ નં.૫૬૭
- મુંબઈ સેવન સ્ટાર ચેનલ નં.૫૪૦
- સુરત રિયલ જીટીપીએલ ચેનલ નં.૯૮૩ અને ૩૫૦