ગમે તે ‘એપ’ ડાઉનલોડ કરતા પહેલા વિચારજો

કાર વેચવાની વાત કરી ઓનલાઈન ટ્રાન્સફર કરી લીધા

Cyberજામનગરના ખ્યાતનામ ગાયનેક મહિલા તબીબ સાથે ઓનલાઈન છેતરપિંડી થવા પામી છે. ઈનોવા કાર બુક કરી દેવાના નામે ઠગબાજે મોબાઈલ એપ દ્વારા તબીબના બેંક એકાઉન્ટમાંથી એક લાખ ઉપરાંતની રકમ ટ્રાન્સફર કરાવી લીધી છે.

સુમેર ક્લબ રોડ પર આવેલ વિકલ્પ નર્સીગ હોમમાં રહેતા મહિલા તબીબ કલ્પનાબેન શાહને કોઈ અજાણ્યા સખ્સે પોતાના મોબાઈલ ફોન પર ફોન કરી ઈનોવા કાર સેલિંગ માટે સંદેશાવ્યહાર કર્યો હતો. વાતચીતના અંગે બુકિંગ માટે આ શખ્સે ઓનલાઇન પેમેન્ટ કરી દેવાની વાત કરી મહિલા તબીબને પોતાના મોબાઈલમાં બે મોબાઈલ એપ દ્વારા પેમેન્ટ કરી આપીશ એમ કહ્યું હતું. બાદમાં મહિલા તબીબે ફોન મા ટીમ વ્યુવર ક્વીક સર્વીસ તથા એની ડેસ્ક રીમોટ ક્ધટ્રોલ નામની બે એપ્લીકેશન ડાઉનલોડ કરી હતી. આ બંને એપ ડાઉનલોડ થયા બાદ અજાણ્યા શખ્સે મહિલા તબીબને ફોનનો ક્ધટ્રોલ મેળવી તેના બેંક ખાતામાંથી ત્રણ અલગ અલગ ટ્રાન્ઝકશન મારફતે કુલ રૂપીયા 1,03,177 ઉપાડી લીધા હતા. ત્યારબાદ આ શખ્સે પોતાનો મોબાઈલ સ્વીચ ઓફ કરી નાખ્યો હતો. ગત તા. 31મીનાં રોજ થયેલ આ છેતરપિંડી અંગે મહિલા તબીબે અજાણ્યા શખ્સ સામે સીટી એ ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ પરથી એક શીખ લેવા જેવી છે કે જો ડોક્ટર જેવા શિક્ષિત નાગરિકો ઠગબાજોના જાસામાં આવી જતા હોય તો સામાન્ય નાગરિકો તો આસાનીથી આવી છેતરપિંડીનો ભોગ બની શકે છે. બની શકે ત્યા સુધી આવી છેતરપિંડીનો ભોગ બનતા નાગરિકોએ સચેત બનવું જ રહ્યું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.