ઓપેરા જૈન સંઘ ખાતેથી નીકળેલી પાલખીયાત્રામાં મોટી સંખ્યામાં જૈન સમુદાય જોડાયો:ગૌતમ સ્વામી ગણાતા આચાર્ય ભગવંતે ૧૪ વર્ષની ઉંમરે દિક્ષા લીધી હતી

દીવાકર ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત જયઘોષસુરીશ્વરજી મહારાજ સાહેબે ગઈકાલે બપોરે ઝાયડસ કેડિલા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. આચાર્ય ભગવંતના નિધનથી જૈન સમાજમાં શોકની લાગણી ફેલાઈ છે. આચાર્ય ભગવંત જયઘોષસુરીશ્વરજી મહારાજ સાહેબને ફેફસાનું ઈન્ફેકશન થતા દાખલ કરાયા બાદ ૮૫ વર્ષની ઉંમરે નિધન પામતા જૈન સમાજ શોકગ્રસ્ત બન્યો છે.

છેલ્લા નવદિવસથી જૈન આચાર્ય જયઘોષિસુરીશ્વરજીને વેન્ટીલેટર પર રખાય હતા જેઓ જૈન સમુદાયના ગૌતમ સ્વામી પણ કહેવાતા હતા. આચાર્ય ભગવંત જયઘોષ સુરીશ્વરજી મહારાજ સાહેબના અંતિમ દર્શન પાલડી ઓપેરા જૈન સંઘમાં રાખવામાં આવ્યા હતા. અંતિમ દર્શનમાં મોટી સંખ્યામાં શ્રાવકો જોડાયા હતા.

જૈન આચાર્યની આજે બપોરે પાલખી યાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં જૈન સમુદાય જોડાયો હતો. આજે સવારે પાલખીના ચઢાવા બોલાવવામાં આવ્યા હતા.ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત જયઘોષ સુરીશ્વરજી મહારાજ સાહેબની પાલખી ઓપેરા ઉપાશ્રયથી નીકળીને જૈનચાર્ય ભુવભાનુસૂરિ સ્મૃતિ મંદિર પંકજ સોસાયટી, અંજલી ચાર રસ્તાથી ધરણીધર, નહેરૂ નગર ચાર રસ્તા, શિવરંજની, રામદેવનગર ચાર રસ્તા, ઈસ્કોન ચાર રસ્તા થઈને જયંતીલાલ પાર્ક બીઆરટીએસ સ્ટોપ પાર્થ લકઝુરીયા ફલેટ આંબલી ખાતે લબ્ધિનિધાન જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ ખાતે અગ્નિદાહ અપાયો હતો.

જૈન સમુદાયના ગૌતમ સ્વામી ગણાતા જયઘોષસુરીશ્વરજી મહારાજ સાહેબે માત્ર ૧૪ વર્ષની ઉંમરે દીક્ષા ગ્રહણ કરી હતી.

WhatsApp Image 2019 11 11 at 11.59.49 AM

એક જૈન અગ્રણીના જણાવ્યા અનુસાર તેમણે તેમના જીવનકાળમાં ૪૦,૦૦૦ શ્ર્લોક લખ્યા હતા. અને વિવિધ વિષયોની નિપુણતાને કારણે તેમણે જૈન ધર્મની જીવંત ગ્રંથાલયની ગ્રહણશકિત પ્રાપ્ત કરી હતી તેઓ વ્યાકરણ, સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના વિદ્વાન હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.