ફરી એ જ ભૂલ, કોહલીના બેટને એજ અડી ગઇ અને થર્ડ સ્લિપમાં તેનો કેચ થઈ ગયો, કોહલી છેલ્લી સાત ઇનિંગમાં ચોથા-પાંચમા સ્ટમ્પની બોલ સાથે છેડખાની કરી પોતાની વિકેટ ગુમાવી: રોહિત શર્મા વગરની ટીમ ઈન્ડિયાને આજે વિરાટ કોહલી પાસેથી ઘણી આશાઓ હતી જેના પર પાણી ફરી વળ્યું: જાડેજા-પંતએ ભારતીય ટીમની બાજી સંભાળી
સિડનીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની અંતિમ અને પાંચમી ટેસ્ટ રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયા આ શ્રેણીમાં 2-1થી આગળ છે. આ મેચમાં રોહિત શર્માની જગ્યાએ જસપ્રીત બુમરાહ ભારતીય ટીમની કમાન સંભાળી રહ્યો છે. ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. વિરાટ કોહલીનું ફરી ફ્લોપ પ્રદર્શન જોવા મળ્યું હતું. આ વખતે પણ તે બોલાન્ડની બોલિંગમાં વેબસ્ટરને કેચ આપી બેઠો. ફરી એકવાર તેના બેટને એજ અડી ગઇ અને થર્ડ સ્લિપમાં તેનો કેચ થઈ ગયો. કોહલી છેલ્લી ઘણી ઇનિંગમાં લગભગ આ રીતે જ આઉટ થતો જોવા મળ્યો છે. જોકે રોહિત શર્મા વગરની ટીમ ઈન્ડિયાને આજે વિરાટ કોહલી પાસેથી ઘણી આશાઓ હતી જેના પર લગભગ પાણી ફરી વળ્યું છે એટલે કહી શકાય કે વારંવાર એકની એક ભૂલ કરીને પોતાની વિકેટ ફેંકી દેનાર કોહલી હવે “વિરાટ” રહ્યો નથી! આજે મેચનો પ્રથમ દિવસ છે અને બીજો સેશન ચાલુ છે. ટીમ ઈન્ડિયા તરફથી પહેલી ઇનિંગમાં રિષભ પંત અને રવીન્દ્ર જાડેજા ક્રિઝ પર છે. વિરાટ કોહલી 17 રન બનાવીને, શુભમન ગિલ 20 રન બનાવીને, યશસ્વી જયસ્વાલ 10 રન બનાવીને અને કેએલ રાહુલ 4 રન બનાવીને આઉટ થયો હતો. સ્કોટ બોલેન્ડે 2 વિકેટ લીધી હતી. નાથન લાયન અને મિચેલ સ્ટાર્કને એક-એક વિકેટ મળી હતી.
ભારતને હવે રોહિત-કોહલીની જગ્યાએ નવા ખેલાડીઓને સપોર્ટ કરવો પડશે
બોર્ડર-ગવાસ્કર ટ્રોફીની અંતિમ ટેસ્ટ મેચ આજથી સિડની ખાતે શરૂ થઇ છે જો કે હાલ ભારત 2-1થી પાંચ મેચની શ્રેણીમાં પાછળ ચાલી રહ્યું છે. સિનિયર ખેલાડીઓ બોર્ડર-ગવાસ્કર ટ્રોફીમાં સતત ફેઈલ રહ્યા છે ત્યારે ભારત હવે નવોદિતોને તૈયાર કરી તેમના પર વિશ્વાસ મુકવો પડશે. ભારતીય ટીમે હવે રોહિત-કોહલીની જગ્યાએ નવા ખેલાડીઓને સપોર્ટ કરવો જરૂરી બની ગયો છે. 21 વર્ષીય નીતીશ રેડીનું આ શ્રેણીમાં ખુબ જ શ્રેષ્ઠ પ્રદશન રહ્યું છે.છેલ્લા 13 વર્ષમાં હારનો સામનો કરવો પડ્યો નથી. છેલ્લી વખત તેને 2012માં અહીં હારનો સામનો કરવો પડ્યો હતો. તે હાર બાદ ટીમે અહીં ત્રણ ટેસ્ટ મેચ રમી છે. ત્રણેય મેચ ડ્રો રહી હતી. 1947થી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અહીં 13 મેચ રમાઈ છે. જેમાં કાંગારૂ ટીમે 5 મેચ જીતી હતી અને 7 મેચ ડ્રો રહી હતી. આ સાથે જ ભારત માત્ર એક જ ટેસ્ટ જીતવામાં સફળ રહ્યું છે. ટીમને આ જીત 1978માં મળી હતી.ત્યારે હવે પ્રથમ ટેસ્ટની જેમ અંતિમ ટેસ્ટમાં પણ બૂમ બૂમની બુમરાહ જોવા મળશે?
ભારતીય ટીમનો ધબડકો: 130 રનમાં જ સાત વિકેટ ગુમાવી
આજે મેચનો પ્રથમ દિવસ છે અને ત્રીજો સેશન ચાલુ છે. પ્રથમ સેશનમાં ચાર વિકેટ ગુમાવ્યા બાદ જાડેજા-પંતે બાજી સંભાળી હતી જો કે 100 રન બાદ અચાનક વિકેટો પડતા ભારતીય ટીમનો ધબડકો થયો છે.ટીમ ઈન્ડિયા તરફથી પહેલી ઇનિંગમાં વોશિંગ્ટન સુંદર અને પ્રસિદ્ધ ક્રિષ્ના ક્રિઝ પર છે.રવીન્દ્ર જાડેજા (26 રન)ને મિચેલ સ્ટાર્કે અલબીડબ્લ્યુ આઉટ કર્યો હતો. તેણે કેએલ રાહુલ (4 રન)ને પણ આઉટ કર્યો હતો. સ્કોટ બોલેન્ડે નીતિશ રેડ્ડી (0), રિષભ પંત (40 રન), વિરાટ કોહલી (17 રન) અને યશસ્વી જયસ્વાલ (10 રન)ની વિકેટ લીધી હતી. શુભમન ગિલ (20 રન) નાથન લાયનનો શિકાર બન્યો હતો.રોહિત શર્માની જગ્યાએ જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરી રહ્યો છે. રોહિત શર્માને આરામ આપવામાં આવ્યો છે.ઓસ્ટ્રેલિયા 5 મેચની સિરીઝમાં 2-1થી આગળ છે. ભારતે પ્રથમ મેચ 295 રને જીતી હતી. બીજી અને ચોથી મેચ ઓસ્ટ્રેલિયામાં ગઈ હતી. જ્યારે ત્રીજી મેચ ડ્રો રહી હતી. ભારત 47 વર્ષથી સિડનીમાં જીત્યું નથી. ટીમ ઈન્ડિયાને છેલ્લા 13 વર્ષમાં હારનો સામનો કરવો પડ્યો નથી. છેલ્લી વખત તેને 2012માં અહીં હારનો સામનો કરવો પડ્યો હતો. તે હાર બાદ ટીમે અહીં ત્રણ ટેસ્ટ મેચ રમી છે. ત્રણેય મેચ ડ્રો રહી હતી. 1947થી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અહીં 13 મેચ રમાઈ છે. જેમાં કાંગારૂ ટીમે 5 મેચ જીતી હતી અને 7 મેચ ડ્રો રહી હતી. આ સાથે જ ભારત માત્ર એક જ ટેસ્ટ જીતવામાં સફળ રહ્યું છે. ટીમને આ જીત 1978માં મળી હતી.