વી.વી.પી. ઇજનેરી કોલેજ ખાતે રાજકોટ ઝોન જી.ટી.યુ. ટેકફેસ્ટનો ધમાકેદાર પ્રારંભ: કાલે અંતિમદિન
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવસીટીમાં જી.ટી.યુ. ટેકફેસ્ટ-૨૦૧૮ નું વીવીપી એન્જીનીયરીંગ કોલેજ ખાતે એક સાથે ૬૦ સ્પર્ધાઓનું ઉદધાટન નાગરીક સહકારી બેંકના ડીરેકટર ઘનશ્યામભાઇ ઢોલરીયા ઇપીપી ઇન્ડસ્ટીઝ જયરાજભાઇ શાહ, જાણીતા ઉઘોગપતિ રોલેકસ બેરીગવાળા માનેસભાઇ મઢેકા, જીટીયુના ટેકફેસ્ટના ઇન્ચાર્જ માર્ગમભાઇ સુથાર, વીવીપી ના ટ્રસ્ટી કૌશિકભાઇ શુકલ, વીવીપીના પ્રિન્સીપાલ ડો. જયેશભાઇ દેશકર ઉ૫સ્થિત રહ્યા હતા. તકનીકની સ્પર્ધાઓનું ઉદધાટન કરતા ઘનશ્યામભાઇએ જણાવ્યું હતું કે ન્યુ ઇન્ડિયાની જે સંકલ્પના છે તેના માટે આપ સર્વે કામ કરી રહ્યા છો. વિઘાર્થીઓની આટલી મોટી ફોજ જેના માટે કામે લાગી છે તે અભિનંદનને પાત્ર છે. રિસર્ચ એન્ડ ડેવલોપમેનટ ક્ષેત્રમાં ભારતમાં કામ કરવા માટેની ઘણીબધી તકો ઉપલબ્ધ છે અને તે માટે આવા યંગ અને ડાયનેમીક એન્જીનીયરોએ જ આગળ આવવું પડશે. કોઇપણ ક્ષેત્રમાં મોટીવેશન ખુબજ મહત્વની વાત છે. કરોડપતિના બાળકને પણ સ્કુલમાંથી કંપાસ મળે છે. ત્યારે તેના માટે તે મૂલ્યવાન બને છે. એક ખેડુતપુત્ર તરીકે મને એ વાતનું ગૌરવ છે કે, આપણે શું શું કરી શકીએ તે અમે સાથે મળીને સાબિત કરી બતાવ્યું છે.
આ તકે સંસ્થાના ટ્રસ્ટી કૌશિકભાઇ શુકલએ જણાવ્યું હતું કે વડાપ્રધાનની યોજના સ્ટેન્ડઅપ ઇન્ડિયા સ્ટાર્ટઅપ ઇન્ડીયા, ડીજીટલ ઇન્ડીયા અને સ્કિલ ઇન્ડીયા એ તમામ આયામોને સમાવી લેતો લાભ શિક્ષણને સમાજને અને દેશને મળતો રહે. તેમજ મેવા માટેનો નહિ સેવા માટેનો છે. આવી તકનીકી ઇવેન્ટ દ્વારા રાષ્ટ્રભાવના વિઘાર્થીઓમાં ઉભી થાય તેમજ વિઘાર્થી દેશને કામ લાગી શકે. આવા વધુને વધુ કાર્યક્રમો વીવીપી કરતી રહેશે તે અમારો પ્રયત્ન રહેશે.
આવતીકાલે હજુ ચાલુ રહેના જીટીયુ ટેકફેસ્ટ-૨૦૧૮ની મુલાકાત લેવા ધો. ૧૧ અને ૧ર વિજ્ઞાન પ્રવાહના વિઘાર્થીઓ વાલીઓ શાળા સંચાલકો શિક્ષકો તેમજ સૌરાષ્ટ-કચ્છ ના ઉઘોગપતિઓ એન્જીનીયરો અને રાજકોટની પ્રબુઘ્ધ જનતાને વીવીપી દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.
કૌશિકભાઈ શુકલ ટ્રસ્ટીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે સૌરાષ્ટ્રઝોન માટે આ વર્ષે જી.ટી.યુ.એ વી.વી.પી.એ એન્જીનીયરીંગની કોલેજને ખૂબ મોટી જવાબદારી આપી છે. જુદી જુદી ૫૭ ઈવેન્ટો છે. જેમાં બહારનાં ૫૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. બે દિવસ ચાલનારા ફેસ્ટિવલમાં વિદ્યાર્થીઓ ખૂબ સારા સંશોધનો રજુ કરશે તેની મને આશા છે. સંશોધનથી વિદ્યાર્થીઓમાં કોન્ફીડન્સ અ ને સંશોધન કરવાની વૃતિ વધે છે. આપણા વડાપ્રધાનની યોજના સ્ટાર્ટઅપ, ડિજિટલ યોજનાને પ્રોત્સાહન મળે તે હેતુથી વીવીપીએ જવાબદારી સ્વિકારી છે. જેનો લાભ સૌરાષ્ટ્ર ભરનાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સામાન્ય નાગરીકોને મળશે. મોટાભાગનાં વિદ્યાર્થીઓ કોલેજની મુલાકાતે આવી શકે તે માટેની વ્યવસ્થા પણ ભરવામાં આવી છે. આવતા દિવસોમાં ટેકનીકલ ક્ષેત્રે સૌરાષ્ટ્રમાં વીવીપી ખૂબ સા‚ કાર્ય કરશે વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ વિભાગમાં જેવા કે મિકેનીકલ, એન્જીનરીંગ, ટેકનોલોજી, ઈસી, કોમ્પ્યુટર, સિવિલ કેમિકલ, બાયોટેકનીકલ આવી દરેક ઈન્ટરીઓમાં વિદ્યાર્થીઓ સંશોધનો કરે છે. એ જોવા માટે સમગ્ર રાજકોટનાં લોકો આવશે. એવી અમને આશા છે.
વીવીપી ઈલેકટ્રીક એન્જીનીયરીંગ ડીપાર્ટમેન્ટની શેખી મારખનાએ અબતકસાથેની વાતચીતમાં જણાવ્યું અમારી ઈવેન્ટ એ જોન ઓફ ટન્સ, જેમા અમે બે ગેમ્સ બનાવી છે. જેમાં એક પઝલ્સ જેમાં બોલ પાસ કરવાનો હોય છે. અને બીજી લુપ્તની ગેમ જેમાં લુપ્ત પાસ કરવાની હોય અને તેમાં લુપ્ત ટચ થાય તો બજર વાગે અને સાથે શોક પણ લાગશે એવી સર્કિટ બનાવી છે. દર વર્ષે અમે ભાગ લઈએ છીએ આ વખતે ખૂબ મજા આવે છે. કે અલગ અલગ આઈડીયા આપ્યા છે. અહી ઘણી બધી ડિપાર્ટમેન્ટની ઈવેન્ટ છે. અમે પહેલા ડિસકસ કરતા કે હવે ઈવેન્ટ આવવાની છે. તો તેમાં અમે લોકો કોલેજને આઈડીયા આપતા હતા અને ત્યારબાદ ઈવેન્ટ નકકી થઈ ત્યારબાદ અમે સર્કિટ બનાવી અમારી ગેમ્સમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ગેમ્સ રમી ચૂકયા છે. આ ખૂબ જ સરસ આયોજન કર્યું છે. અહી ઘણી બધી ઈવેન્ટમાં ગેમ્સ અને ટેકનીકલ ઈવેન્ટમાં સર્ટીફીકેટ પણ આપવામાં આવે છે.