ઈન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી ઉમેષ પટેલ સા. દ્વારા જામનગર શહેરમાં ગેર કાયદેસર રીતે વિદેશી સિગારેટોનું વેચાણ કરતા ઈસમોને પકડવા જુંબેશ ચલાવવા સુચના કરતા એસ.ઓ.જી.ના ઈન્‍ચાર્જ પોલીસ ઈન્‍સપેકટર શ્રી એમ.પી.વાળા તથા પો.સ.ઈ. જે.બી.પટેલ તેમજ એસ.ઓ.જી. સ્‍ટાફના માણસોએ ગે.કા. રીતે વિદેશી સિગારેટનું વેચાણ કરવા વાળા ઈસમોને શોધી કાઢવા માટે જુંબેસ હાથ ધરેલ હતી દરમ્‍યાન ખાનગી રાહે ચોકકસ હકીકત મળેલ કે જામનગર નાગર ચકલા રોડ ઉપર આવેલ ‘‘ક્રિષ્ના કટલેરી‘‘ વાળો પોતાની દુકાનમાં ગે.કા.વિદેશની સિગારેટ રાખી વેચાણ કરે છે.

જેથી દુકાનમાં ચેક કરતા દિપકભાઈ કેશવજીભાઈ નંદા રહે. કિશાન ચોક, સત્યનારાયણ બિલ્ડીંગ જામનગર વાળા હાજર મળેલ મજકુરની દુકાનમાં જડતી તપાસ કરતા દુકાનની અંદર ત્રણ બોકસ મળી આવેલ જેમાં અલગ અલગ કંપની અને બ્રાન્ડના સિગારેટના પેકેટો કુલ નંગ – ૧૩૦ કિ.રૂા. ૩૧,૪૪૦/- મળી આવેલ જે સિગારેટનો જથ્‍થો ગે.કા. રીતે પોતાની દુકાનમાં વિદેશી સિગારેટ અલગ અલગ કંપની તથા બ્રાન્‍ડની રાખેલ હોય જે અંગે મજકુરે સિગારેટ એન્‍ડ તમાકુ ઉત્‍પાદન (જાહેર વેપાર અને વાણીજ્ય ઉત્‍પાદન પુરવઠા વિતરણ પ્રતિબંધ) (કોપ્‍ટા  એકટ)ના કાયદાની કલમ ૭ અને ૨૦ મુજબ ગુન્‍હો કરેલ હોય મજકુર વિરૂધ્‍ધ પો.હેડ કોન્‍સ. વિજયભાઈ કાસ્ટાએ જાતેથી ફરીયાદી બની સીટી એ ડીવી પો.સ્‍ટે.માં ગુન્‍હો રજી. કરાવેલ છે.

આ કાર્યવાહી એસ.ઓ.જી. ઈન્‍ચાર્જ પોલીસ ઈન્‍સ. એમ.પી.વાળા તથા પો.સબ.ઈન્સ. જે.બી.પટેલ તથા એસ.ઓ.જી. સ્‍ટાફના પો. હેડ કોન્‍સ. વિજયભાઈ કાસ્‍ટા, જ્ઞાનદેવસિંહ જાડેજા, માંડણભાઈ વશરા, પદુભા જાડેજા તથા પો.કોન્‍સ. મયુદીનભાઈ સૈયદ તથા ડ્રા.પો. કોન્‍સ. દયારામભાઈ ત્રીવેદી, સહદેવસિંહ ચૌહાણ નાઓ વિગેરેએ કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.