કોરોના આરોગ્ય કર્મીઓને પણ ઝપટે લઈ રહ્યો છે
અબતક, જામનગર
જી જી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અને જૂનાગઢની હોસ્પિટલમાં બ્રધર તરીકે ફરજ બજાવતા યુવાનનું મૃત્યુ થતાં પરિવારજનો તથા આરોગ્ય કર્મીઓમાં શોક છવાયો હતો. જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાએ કાળો કહેર વરસાવ્યો છે જામ્યુકો કોરોના મહામારી માથી લોકોને ઊગારવા નપાણિયું સાબિત થયું છે. અને કોરોનાના કારણે શહેરમાં રોજે રોજ વધુને વધુ મોત થાય છે. દર કલાકે કોવિડ હોસ્પિટલ માં ૧ દર્દીનુ મૃત્યુ થાય છે. જુનાગઢની સિવિલ હોસ્પીટલમાં ફરજ બજાવતા એક બ્રધરને જામનગરની કોવિડ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું મૃત્યુ થતાં તેના પરિવાર જનોમાં રોષની લાગણી વ્યાપી હતી. જૂનાગઢમાં બ્રધર તરીકે ફરજ બજાવતા વિપુલ જીનાભાઈ કોરિયા ઉ.વ.૪૨ને જામનગરની જીજી હોસ્પિટલ માં કોરોના વોર્ડમાં દાખલ કરાયા હતા જ્યાં તેમનો નિષ્પ્રણદેહ બહાર લાવતા એક તરફ પરિવારજનો અને હોસ્પિટલ સ્ટાફમાં ઘેરા આઘાત સાથે રોષ પણ જોવા મળ્યો હતો તો બીજી તરફ કરૂણ દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. જામનગર મહાનગર પાલિકાની જાહેર કરાયેલી યાદીમાં જણાવ્યા મુજબ ૧૦૪ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને એક્ટિવ કેસની સંખ્યા ૨૮૦ દર્શવામાં આવી છે.