૩૦ વિઘાર્થીઓએ ગોલ્ડ મેડલ મેળવી શાળાનું ગૌરવ વધાર્યુ
તાજેતરમાં જી.કે. ઓલિમ્પિયાડ કોમ્પિટિશન યોજાયેલ હતી. આ કોમ્પિટિશનમાં નચિકેતા સ્કુલીંગ સિસ્ટમના અંગ્રેજી મીડીયમમાં ધો.૧૦ માં અભયાસ કરતા ત્રિવેદી ભરત ભુષણે ઇન્ડિયા લેવલે ત્રીજો ક્રમ હાંસલ કર્યો હતો. મહત્વનું છે કે આ એકમાત્ર વિઘાર્થી ગુજરાતમાંથી સીલેકટ થયો હતો. અને ઇન્ડીયા લેવલે ૩જા ક્રમે આવ્યો હતો. આ ઉપરાંત અંગ્રેજી અને ગુજરાતી મઘ્યમના કુલ ૩૦ વિઘાર્થીઓએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી સ્કુલનું ગૌરવ વધારેલ છે. શિક્ષણની સાથે જનરલ નોલેજ પણ હાલના સમયમાં ખુબ જરુરી છે. ત્યારે આ કઠીન પરીક્ષામાં વિઘાર્થીઓએ ખુબ સારો દેખાવ કયો હતો.