અગાઉ ગાંધીનગર ખાતે ડેપ્યુટેશન પર બોલાવાયા હતા
જામનગરની જી.જી. હોસ્પિટલના પૂર્વ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. નંદિની બાહરીને સરકારે ગાંધીનગર ડેપ્યુટેશન પર મોકલ્યા બાદ હવે તેને વધુ ત્રણ મહિના માટે ગાંધીનગર ડેપ્યુટેશન પર રહેવા આદેશ કરાયો હોવાનું સામે આવ્યું છે.
જામનગરની જી.જી. હોસ્પિટલમાં જે તે સમયના ઈન્ચાર્જ સુપ્રિ. ડો. નંદિની બાહરીને કોરોના વોરિયર તરીકે કામ કરતા ડોકટર સાથે ભારે વિવાદ થયો હતો જેના પગલે અન્ય ડોક્ટરો પણ રાજીનામા દેવા તૈયાર થઈ ગયા હતા. આ આ બનાવને કારણે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક નંદિની બાહરીને પહેલે ૧૫ દિવસ માટે અને બાદમાં એક મહિના માટે ગાંધીનગર ડેપ્યુટેશન પર બોલાવી લેવામાં આવ્યા હતા. હવે જ્યારે એક મહિનો પૂર્ણ થવામાં છે ત્યારે સરકારે વધુ ૩ મહિના માટે ડેપ્યુટેશન લંબાવી દેવામાં આવ્યું હોવાનું તબીબી સૂત્રો. માથી જાણવા મળ્યું છે.