ગુજરાતની વધુ એક હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની છે. અગાઉ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં આગ લાગ્યા બાદ હવે જામનગરની નામાંકિત જીજી હોસ્પિટલમાં આગની ઘટના બની છે.બનાવના પગલે ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

આગ લાગ્યાની ઘટનામાં હજુ કોઈ જાનહાનીના સમાચાર નથી. દર્દીઓને તાત્કાલિક આઇસીયુંમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં જ જામનગર મહાનગર પાલિકાના કમિશનર અને જિલ્લા કલેકટર સ્થિતિ જાણવા સ્થળ ઉપર પહોંચ્યા હતા.

વિગતો મુજબ, આઈ.સી.યુમાં નવ જેટલા દરદી હતા. જોકે, તમામને સલામત રીતે બહાર કાઢી લેવાયા છે. હૃદયરોગના દરદીઓને આ આઈ.સી.યુ.માં રાખવામાં આવ્યા હતા. આઈ.સી.યુ. વૉર્ટમાં આ આગ લાગી તે વિભાગ બિન-કોવિડ વિભાગ હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.