મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા અસ્લમ ખીલજીની આગેવાનીમાં મશીન તાત્કાલીક ચાલુ કરાવવા તબીબ અધિક્ષકને આવેદન અપાયું
જામનગરની સરકારી હોસ્પિટલમાં એમઆરઆઈ મશીન છેલ્લા ર૧ દિવસથી બંધ હોવાથી દર્દીઓને હાલાકી ભોગવવી પડે છે. આ અંગે આજે મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા અસ્લમ ખીલજીની આગેવાની હેઠળ તબીબી અધિક્ષકને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
હાલ સમગ્ર દેશ કોરોના વાયરસ સામે ઝઝુમી રહ્યો છે. ત્યારે જામનગરની જી.જી. સરકારી હોસ્પિટલ ખાનગી હોસ્પિટલના લાભ માટે કામ કરતી હોય તેમ જણાય છે.
જામનગર જિલ્લાના બીપીએલ કાર્ડ ધારકો અને વરીષ્ઠ નાગરિકો માટે મફત અને અન્ય માટે રાહત ભાવે એમઆરઆઈ કરાવવાનો એક માત્ર વિકલ્પ જી.જી. હોસ્પિટલ છે છતાં જી.જી. હોસ્પિટલમાં એમઆરઆઈ મશીન તા. ૧૦-૬-ર૦ર૦ થી આજ સુધી સતત બંધ છે. છતાં આ બાબતે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. પરિણામે ગરબ દર્દીઓને જરૃરિયાત સમયે ૮ થી ૧૦ હજારનો ખર્ચ કરીને ફરજીયાત ખાનગી હોસ્પિટલમાં જવું પડે છે. જે આજની કારમી મોંઘવારીમાં પરવડે તેમ નથી અથવા તો લાંબુ વેઈટીંગ લિસ્ટ હોવાથી મહિનાઓ સુધી રાહ જોવી પડે છે.
જી.જી. હોસ્પિટલનું આ એમઆરઆઈ મશીન ૧ર વર્ષ જુનું છે અને આઉટડેટેડ છે, તેનું રેગ્યુલર મેઈન્ટેનન્સ કરાવવું ખૂબ જ જરૃરી છે. છતાં છેલ્લા બે માસી તેનું મેઈન્ટેનન્સ થયું નથી. તેની પાછળનું કારણ શું છે…? આ માટેનો વાર્ષિક કોન્ટ્રાક્ટ સિમેન્સ કંપનીને આપવામાં આવ્યો છે. પરંતુ કંપનીને બે વર્ષના ૬૦ લાખના ખર્ચનું બીલ ચૂકવાયું નથી. આથી કંપની કામ કરતી નથી.
આથી સત્વરે આ મશીન ચાલુ કરવા જરૃરી કાર્યવાહી કરવી જોઈએ તેવી રજૂઆત સોનું આવેદનપત્ર આજે જી.જી. હોસ્પિટલના ઈન્ચાર્જ તબીબી અધિક્ષકને આપવામાં આવ્યું હતું. કોંગ્રેસના કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષી નેતા અસ્લમ ખીલજીની આગેવાની હેઠળ આવેદનપત્ર આપવા સમયે હસમુખ વિરમગામી, અશોક ત્રિવેદી, કર્ણદેવસિંહ જાડેજા, કે.પી. બવાર, હાજી રીઝવાન જુણેજા, મરીયમબેન સુમરા, તૌસીફખાન પઠાણ, નીતાબેન પરમાર, મહિપાલસિંહ જાડેજા, શક્તિસિંહ જેઠવા, જેતુનબેન રાઠોડ, વિજયસિંહ ઝાલા, યાકુબ રાજાણી વિગેરે પણ જોડાયા હતાં.