જામનગરમાં જી.જી. હોસ્પિટલમાં કોન્ટ્રાકટ બેઇઝડ મહિલા કર્મચારીઓ પર થતા શારીરિક શોષણના પડઘા જોરથી પડ્યા છે. જેથી હવે કોરોનાકાળમાં રાજ્યભરની હોસ્પિટલમાં કોન્ટ્રાકટ બેઇઝડ પર રહેલા કર્મચારીઓનું શોષણ થયું છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે. તો બીજી તરફ જામનગરમાં ગોરખધંધાઓનું એપિસેન્ટર બનેલા શરુસેક્શન રોડ પર આવેલા આવાસમાં કે જ્યાં એ મહિલા એટેનડેન્ટને લઈ જવામાં આવતી હતી તેના પણ ફોટા સામે આવ્યા છે.
શરૂસેક્શનરોડ પર આવાસમાં આવેલા રૂમના ફોટા આવ્યા સામે: ગોરખ ધંધાઓમાં કોના હાથ?
તો બીજી તરફ હવે શરુસેક્શન રોડ પરના ગોરખધંધામાં કોની કોની સંડોવણી છે તેની તપાસ કરવાની પણ માંગ ઉઠી છે.જામનગરની જી.જી. હોસ્પિટલમાં સુપરવાઈઝર દ્વારા કોન્ટ્રાકટ બેઇઝડ પર કામ કરતી મહિલા એટેનડેન્ટના શારીરિક શોષણના મામલે ભારે ગરમાહો જોવા મળી રહ્યો છે. મહિલા એટેનડેન્ટના જાતીય શોષણ થયા હોવાનું સામે આવતા હવે રાજ્યભરમાં તપાસની માંગ ઉઠી છે.
જેથી રાજ્યભરમાં કોરોનાકાળ દરમિયાન હોસ્પિટલમાં કોન્ટ્રાકટ બેઇઝડ પર કામ કરતી મહિલા એટેનડેન્ટ કે અન્ય સ્ટાફ સાથે કઈ અજુગતું અથવા કામ બાબતે તેમનું પણ શારીરિક શોષણ થયું છે કે કેમ તે અંગે ઊંડાણ પૃર્વક તપાસ કરવાની માંગ ઉઠતા હોવી રાજ્યભરમાં આ અંગે તપાસ કરવામાં આવશે. એટલું જ નહીં મહિલાની પરિસ્થિતિનો ફાયદો ઉઠાવી કોઈ જાતીય શોષણની ઘટના સામે આવશે તો તેમાં કડક કાર્યવાહી કરવાનું પણ સૂચવવામાં આવ્યું છે.
જી.જી. હોસ્પિટલમાં કોન્ટ્રાકટ બેઇઝડ પર કામ કરતી મહિલા કર્મચકરીઓ પર કામ નું અને નોકરીનું દબાણ કરી સુપરવાઈઝર એલ.બી. પ્રજાપતિ અને તેમના મિત્રો મહિલા એટેનડેન્ટને શરુસેક્શન રોડ પર આવેલા નિલેહ બથવારના આવાસના ફ્લેટમાં લઈ જઈ જાતીય શોષણ થતું હોવાનું સામે આવ્યું હતું. ત્યારે ગઈ કાલથી જે સ્થળ પર મહિલા એટેનડેન્ટનું જાતીય શોષણ કરવામાં આવતું હતું તે આવાસમાં આવેલા રૂમના ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.
સિટી-સી ડિવિઝનમાં પોલીસને ગાળો ભાંડવાના પ્રકરણમાં 2 સામે ગુનો નોંધાયો
શરુ સેકશન રોડ પર પોલીસ હેડક્વાર્ટર પાછળ આવેલા સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગત શુક્રવારે રાત્રે ગૌતમ રામચંદ્ર માવાણી ઉર્ફે કારાભાઈ તથા સિકંદર દલવાણી નામના બે શખ્સ આવ્યા હતાં. આ શખ્સોએ પોલીસ સ્ટેશનમાં હાજર પોલીસ કર્મચારીઓનું પરવાનગી વગર જ વિડિયો રેર્કોડીંગ કરી લીધું હતું.
આ વેળાએ પોલીસ સ્ટેશનમાં આરોપી સાથે સંકળાયેલી તથા તે જ સમયે ચાલતી અન્ય ગુપ્ત કામગીરી ખુલ્લી પડી જાય તે રીતે વિડિયો રેકોર્ડીંગ કરી સિકંદર દલવાણીને મોબાઈલ પર મોકલાવી આપ્યું હતું. ત્યાર પછી ઉપરોક્ત રેકોર્ડીંગ વાયરલ થઈ ગયું હતું. આથી સિટી સી ડિવિઝનના હે.કો. ઓસમાણભાઈ એસ. સુમરાએ ખુદ ફરિયાદી બની ગૌતમ ઉર્ફે કારાભાઈ માવાણી તથા સિકંદર દલવાણી સામે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.