હોસ્પિટલમાં પૂરતા વેન્ટિલેટર જીવન જરૂરીયાતની તમામ દવાઓ છે કે કેમ? સહિતના મુદ્દે સતાધીશો સાથે ચર્ચા કરી
જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ કર્ણદેવસિંહ જાડેજા, જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન તથા જામનગર જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન રેખાબેન ગજેરા તથા જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી (સંગઠન) કે.પી. બથવાર તથા કોંગ્રેસ અગ્રણી નેતા પ્રવિણભાઈ માધાણી તથા કાર્યકરોએ ગુરૃ ગોવિંદસિંહ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. હોસ્પિટલના ઈન્ચાર્જ સુપ્રિ. ડો. દિપક તિવારી તથા ડીન ડો. નંદનીબેન દેસાઈ તથા ગાયનેક વિભાગના વડા નલિનીબેન આનંદ તથા અન્ય ડોક્ટરોની કામગીરીને કર્ણદેવસિંહ જાડેજાએ બિરદાવી હતી.
જામનગર જિલ્લાના કોરોનાના કેટલા કેસ છે…? અને કેટલા મૃત્યુ…? કેટલા સારવાર લઈ રોગમુક્ત થયા…? હાલ હોસ્પિટલમાં પૂરતા વેન્ટિલેટર તથા જીવન જરૃરિયાતની તમામ દવાઓ ઉપલબ્ધ છે કેમ…? દરેક વોર્ડમાં સ્ટાફ પૂરતો છે કે કેમ…? સ્ટાફ માસ્કનો ઉપયોગ કરે છે કે કેમ…? અને સેનિટાઈઝરનો ઉપયોગ વિગેરે મુદ્દે હોસ્પિટલના સત્તાધીશો સાથે ચર્ચા કરવામાં આવી હતી.