જવાબદારો સામે કડક પગલા ભરવા માંગ
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના બે દિવસ પહેલા સામે આવેલો બનાવ મુજબ ગાયનેક વિભાગમાં દર્દીઓ પાસે રાતે રોકવાના રૂા. ૨૦૦ ઉધરાવવામાં આવતા હતા, જે પ્રકરણમાં દેકારો તથા તંત્ર દ્વારા જવાબદાર મહિલા સિકયુરીટીની બદલી કરી પ્રકરણને ભીનું સંકેલવાનો પ્રયાસ થઇ રહયા છે.
મળતી વિગત જી.જી. હોસ્પિટલના ગાયનેક વિભાગમાં બેક દિવસ પહેલા બનાવ રૂપે રાત્રીના દર્દીઓ પાસે રોકાવાના તેમના સગા પાસેથી રૂા. ૨૦૦ ઉઘરાવવામાં આવતા હતા. જે મુદ્દે મહિલાઓએ ભેગા થઇને દેકારો બોલાવતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી અને અધિકરીઓ દ્વારા યોગ્ય પગલાની ખાત્રી બાદ જેતે સમયે મામલો ઠંડો પડયો હતો, પરંતુ જેમ બને છે તેમ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ કહી શકાય. આવા બનાવમાં ઉઘરાણા કરતી જવાબદાર સિકયુરીટી મહિલાની બદલી ગાયનેક વિભાગમાંથી ફકત કરી સંતોષ માની પ્રકરણને ભીનું સંકેલવાનો પ્રયાસ કર્યા છે.
ખરેખર તો યોગ્ય તપાસ બાદ મહિલાને બરખાસ્ત કરી સિકયુરીટી એજન્સીને નોટિશ આપવાના બદલે અહિ છાવરવામાં આવી રહયા છે. અત્રે ઉલ્લેખનીય છેકે, સુપ્રિટેન્ડેન્ટ ડો. દિપક તિવારીએ આ પ્રકરણમાં પગલા ભરવામાં આવશે અને કોઇને છોડવામાં નહી આવે તેમ જણાવ્યું હતું. જી.જી. હોસ્પિટલના કોન્ટ્રાકબેઝ સિકયુરિટી સામે અવાર-નવાર ફરિયાદો ઉઠે છે, પરંતુ વગવાળા સિકયુરીટીના કોન્ટ્રાકટરો જાણે સરકારી હોસ્પિટલને પોતાની જાગીર સમજી લીધી હોય તેવું વર્તન કરે છે અને તંત્ર પણ આંખ આડે કાન કરે છે જેનો પુરાવો ગાયનેક વિભાગમાં રૂા. ૨૦૦ના ઉધરાણા સૂચવે છેકે, સિકયુરીટી કઇ રીતે ફરજ બજવે છે.