સિક્યુરીટી ગાર્ડનાં ઉઘરાણાથી મહિલાઓ વિફરતા ભારે દેકારો: ઉચ્ચ અધિકારીઓએ હોસ્પિટલે દોડી આવી મામલો થાળે પાડ્યો
ગરીબ દર્દીઓનાં સગા-વહાલા પાસેથી પૈસા પડાવવાની શરમજનક ઘટનાથી વધુ એક વખત હોસ્પિટલની આબરૂનાં લીરા ઉડ્યાં
સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી જી જી હોસ્પિટલના ગાયનેક વિભાગમાં દર્દીઓના સારસંભાળ માટે સગા વ્હાલાઓને રહેવુ પડતું હોય તે માટે સિક્યુરિટી ગાર્ડ દ્વારા રૂ.૨૦૦ ઉઘરાણા કરતા હોવાથી ગુરૂવારે સવારે મહિલાઓ વિફરતા ભરે દેકારો બોલી ગયો હતો.જેના પગલે હોસ્પિટલ તંત્રના ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા હતાં અને મામલાની તપાસ શરૂ કરી હતી.
મળતી માહીતી મુજબ જામનગર જી.જી હોસ્પિટલનાં સૌથી બદનામ ગાયનેક વિભાગમાં ગામડાઓ તેમજ શહેરમાંથી અનેક મહિલાઓ સારવાર માટે આવે છે.જેની સાથે સાર-સંભાળ લેવા માટે તેમના નજીકના સગા-વ્હાલાઓ પણ આવતા હોય છે.જે રાતે વોર્ડમાં તેમની સાથે રોકાતા હોય છે.હવે આ બાબતમાં પણ કમાવી લેવાની વૃતિ ધરાવતા સિક્યુરિટી ગાર્ડ દ્વારા વોર્ડમાં રોકાવાના રૂ.૨૦૦ લેખે ઉઘરાણા ચાલુ કરી દીધા જે ગરીબ લોકો પૈસા ન આપી શકે તેને બહાર કાઢવામાં આવતા આ મુદ્દે મહીલાઓ વિફરી હતી અને દેકારો બોલાવી ફરીયાદ કરતા ભારે દોડાદોડી થઇ ગય હતી.ઉચ્ચ અધિકારીઓ પણ દોડી ગયા હતા અને પગલા લેવાની ખાત્રી આપતા મામલો થાળે પડ્યો હતો.
આમ પણ દર્દીઑ ના સગાઑ ને રહેવા માટેની કોઈ સુવિધા નથી . લોકો ગાયનેક વિભાગ માં બેસવાની વ્યવસ્થા નથી કે પછી દર્દી ઑ ના સગા માટે સુવાની વ્યવસ્થા પણ નથી . દર્દીઓ ના સગા જાનવર ની જેમ જમીન જમીન ઉપર સૂઈ ને તકલીફો સહન કરતાં હોય છે.