• લોકસભાની ચૂંટણી પૂર્વ બદલીની મોસમ ખીલી
  • કચ્છના ડીએસઓ, મોરબીના ડે.ડી.ડીઓ અને ડે. કલેકટર-રની બદલી

લોકસભાની આગામી ચુંટણીને ઘ્યાનમાં રાખી રાજય સરકાર દ્વારા અલગ અલગ સરકારી વિભાગોમાં ઉચ્ચ અધિકારીઓની બદલી કરવામાં આવી રહી છે. મહેસુલ વિભાગ દ્વારા જુનીયર સ્કેલના ગુજરાતી વહીવટી સેવા સાથે જોડાયેલા 10 અધિકારીઓઓની બદલી કરવામાં આવી છે.

કચ્છના ડીએસઓ મેહુલ દેસાઇની કચ્છના ડેપ્યુટી ડીઇઓ તરીકે, સુરતના એસ.એલ.એ.ઓ. કે.એ. વસાવાની સુરતના ડેપ્યુટી કલેકટર (ચૂંટણી), પાટણના ડેપ્યુટી કલેકટર-ર ની બોટાદ જીલ્લાના બરવાળાના પ્રાંત અધિકારી તરીકે, સ્ટેચ્યુ ઓફ યુનિટીના ડે.કલેકટર શિવમ બારીયાની, વડોદરાના કરજણના પ્રાંત અધિકારી તરીકે, ભરુચના ડે.કલેકટર સ્ટેમ્પ ડયુટી અમિત કુમારની વડોદરાના ડી.સી.એસ.આર. તરીકે બદલી કરાય છે.

મોરબીના ડે.કલેકટર-ર સિઘ્ધાર્થ ગઢવીની મોરબીના વાંકાનેર પ્રાંત ઓફીસર તરીકે, મોરબીમાં ડેપ્યુટી ડીડીઓ સુબોધ ધંધુકીયાની મોરબી, ડે.કલેકટર-ર તરીકે ડાંગના ડીએસઓ જી.કે. મકવાણાની બોટાદના ડીએસઓ તરીકે, ભુજના ડેપ્યુટી ડીડીઓ બલવંતસિંહ રાજપુતની સાબરકાંઠાના ડીએસઓ તરીકે જયારે વડોદરાના ડેપ્યુટી ડીડીઓ એ.આઇ. વસાવાની ડાંગના ડીએસઓ તરીકે બદલી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.