વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જાપાનમાં મળનારી ૨૭ થી ૨૯ની જી.૨૦ શિખર સંમેલનમાં હાજરી આપશે તેમ ગઈકાલે વિદેશ બાબતોનાં મંત્રાલયે જાહેરાત કરી હતી. સરકારના વિદેશ બાબતોનાં મંત્રાલયના પ્રવકતા રવિશકુમારે જાહેરાત કરી હતી કે કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુ આ બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે જી.૨૦ બેઠકમાં સતત છઠ્ઠીવાર ભાગ લેનારા વડાપ્રધાન બનશે આ બેઠકમાં વડાપ્રધાન મોદી અનેક મુદાઓ પર ચર્ચા કરશે જી.૨૦ના સભ્યો આર્જેન્ટીના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝીલ, કેનેડા, ચીન, યુરોપીસંઘ, ફ્રાન્સ, જર્મની, ભારત, ઈન્ડોનેશિયા, ઈટાલી, જાપાન, મેકિસકો, રશિયા, સાઉદી અરબ, દ. આફ્રિકા દ. કોરિયા, તુર્કી, ઈગ્લેન્ડ અને અમેરિકા સભ્ય દેશોની આ બેઠકમાં મહત્વની રણનીતિ અંગે ચર્ચા થશે. વિશ્વ અર્થતંત્રમાં ૯૦%ની હિસ્સેદારી ધરાવતા જી.૨૦ દેશો વૈશ્વિક ઉત્પાદનમાં ૯૦% હિસ્સો અને વિશ્વ વેપારમાં ૮૦%ની હિસ્સેદારી ધરાવે છે. જી.૨૦ દેશો વિશ્વની ૨/૩ની વસ્તી અને અડધાથી વધુ વૈશ્ર્વિક વિસ્તાર ધરાવે છે. જી.૨૦.નું સંગઠન વિશ્વની અર્થ વ્યવસ્થા સામાજીક વ્યવસ્થા અને સંરક્ષણની દ્રષ્ટીએ ખૂબજ મહત્વનું સંગઠન માનવામાં આવે છે. ભારત જી.૨૦ દેશોના પ્રભાવી સભ્યમાનો એક મનાય છે.