વિદેશથી આવેલા પ્રતિનિધિઓ ગુજરાતના સમૃદ્ધ વારસાનો અનુભવ લેવા માટે મોઢેરા સૂર્યમંદિરની મુલાકાત લેશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ભારતે જી.20ની અધ્યક્ષતા સંભાળી છે, અને મહત્વપૂર્ણ મુદ્દાઓ પર દેશભરમાં ચર્ચા-વિચારણાઓ દ્વારા દેશ હાલ સક્રિય અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે.
ભારતની જી-20અધ્યક્ષતાને નોંધપાત્ર સફળતા અપાવવામાં ગુજરાત પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.જી-20 હેઠળ વિવિધ મહત્વપૂર્ણ બેઠકોના સફળ આયોજનો પછી ગુજરાતનું ગાંધીનગર જી-20 ચીફ સાયન્ટિફિક એડવાઇઝર્સ રાઉન્ડટેબલની ઇવેન્ટ માટે સજ્જ છે.
ગાંધીનગર ખાતે 27 થી 29 ઓગસ્ટ દરમિયાન જી-20 ચીફ સાયન્ટિફિક એડવાઇઝર્સ રાઉન્ડટેબલની બીજી મીટિંગ ત્રણ દ્વિપક્ષીય બેઠકો સાથે શરૂ થશે.
27 ઓગસ્ટના રોજ ગાંધીનગરની હોટલ લીલા ખાતે સાઉદી અરેબિયા, ઓસ્ટ્રેલિયા અને યુકેના અધિકારીઓ સાથે ત્રણ દ્વિપક્ષીય બેઠકો યોજાશે. મહાત્મા મંદિર ક્ધવેન્શન સેન્ટરના બોર્ડરૂમ ખાતે ચોથીથી ઇન્ટરસેશનલ મીટિંગ બપોરે યોજાશે. આ મીટિંગો પત્યા બાદ વિદેશથી આવેલા પ્રતિનિધિઓ ગુજરાતના સમૃદ્ધ વારસાનો અનુભવ લેવા માટે મોઢેરા સૂર્યમંદિરની મુલાકાત લેશે.
28 ઓગસ્ટનો દિવસ ગાંધીનગરની હોટલ લીલા ખાતે ‘વન હેલ્થ’ વિષય પર મીટિંગ સાથે શરૂ થશે. ત્યારબાદ, મહાત્મા મંદિર ક્ધવેન્શન સેન્ટરના બોર્ડરૂમમાની સત્તાવાર કાર્યવાહી શરૂ કરવામાં આવશે.
પંચાયત, ગ્રામીણ ગૃહ નિર્માણ અને ગ્રામીણ વિકાસ વિભાગના અગ્ર સચિવ શ્રીમતી મોના ખાંધાર દ્વારા વેલકમ એડ્રેસ આપવામાં આવશે. ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર અજય કે સૂદ પણ બેઠકમાં સંબોધન કરશે. પ્રથમ સત્ર યોજાશે, જેનું શીર્ષક છે: ‘વધુ સારા રોગ નિયંત્રણ અને મહામારીની તૈયારીઓ માટે વન હેલ્થમાં રહેલી તકો’ (ઓપોર્ચ્યુનિટીઝ ઇન વન હેલ્થ, ફોર બેટર ડીસિઝ કંટ્રોલ એન્ડ પાનડેમિક પ્રિપેર્ડનેસ). ત્યારબાદ સિંદુરા ગણપતિ એજન્ડા 1- થીમ અને પોલિસી કોમ્યુનિક પર પ્રેઝન્ટેશન આપશે. ભારતીય પ્રતિનિધિઓ વિનોદ કે. પોલ, રાજીવ બહલ અને ગગનદીપ કાંગ દ્વારા ઇન્ટરવેન્શન્સ (હસ્તક્ષેપ) અને ત્યારબાદ અન્ય દેશોના પ્રતિનિધિઓ દ્વારા આ મુદ્દા પર ઇન્ટરવેન્શન્સ કરવામાં આવશે.
આ બેઠકનું બીજું સત્ર ‘વિદ્વાન વૈજ્ઞાનિક જ્ઞાનની ઍક્સેસને વિસ્તૃત કરવા માટે વૈશ્વિક પ્રયત્નોને સમન્વયિત કરવા’ (સિનર્જાઇઝિંગ ગ્લોબલ એફર્ટ્સ ટુ એક્સપાન્ડ ધી એક્સેસ ટુ સ્કોલરલી સાયન્ટિફિક નોલેજ) વિષય પર યોજાશે. સુદેશણા સરકાર એજન્ડા 2-થીમ અને પોલિસી કોમ્યુનિક પર પ્રેઝન્ટેશન આપશે. ત્યારબાદ આ વિષય ઉપર ભારતીય પ્રતિનિધિઓ એલ. એસ. શશિધરા અને ટી. એ. અબિનંદનન દ્વારા ઇન્ટરવેન્શન્સ અને ત્યારબાદ અન્ય દેશોના પ્રતિનિધિઓ દ્વારા ઇન્ટરવેન્શન્સ કરવામાં આવશે.
લંચબ્રેક પછી ત્રીજું સત્ર યોજાશે. આ સત્ર ‘વિજ્ઞાન અને ટેકનોલોજીમાં વિવિધતા, સમાનતા, સમાવેશ અને સુલભતા’ ઇક્વિટી, ઇન્ક્લુઝન એન્ડ એક્સેસેબિલિટી ઇન સાયન્સ એન્ડ ટેક્નોલોજીવિષય પર હશે. શ્રીમતી અનિથા કુરુપ એજન્ડા 3 – થીમ અને પોલિસી કોમ્યુનિક પર પ્રેઝન્ટેશન આપશે. ત્યારબાદ આ વિષય પર ભારતીય પ્રતિનિધિઓ શ્રીમતી સંઘમિત્રા બંદોપાધ્યાય, બાલાસુબ્રમણ્યમ અને અનિલ ગુપ્તા દ્વારા ઇન્ટરવેન્શન્સ અને ત્યારબાદ અન્ય દેશોના પ્રતિનિધિઓ દ્વારા ઇન્ટરવેન્શન્સ કરવામાં આવશે.
ચોથું સત્ર ‘સમાવેશી, સતત અને કાર્યલક્ષી વૈશ્વિક સાયન્સ અને ટેક્નોલોજી પોલિસી ડાયલોગ માટે એક સંસ્થાગત પ્રણાલી’ (એન ઇન્સ્ટિટ્યુશનલ મિકેનિઝમ ફોર ઇન્ક્લુઝિવ, કન્ટિન્યુઅસ એન્ડ એક્શન-ઓરિયેન્ટેડ ગ્લોબલ એસ એન્ડ ટી પોલિસી ડાયલોગ) પર યોજાશે. પરવિન્દર મૈની એજન્ડા 4 – થીમ અને પોલિસી કોમ્યુનિક પર પ્રેઝન્ટેશન આપશે. ત્યારબાદ, ભારતીય પ્રતિનિધિઓ શ્રી શૈલેષ નાયક, રેણુ સ્વરૂપ અને શ્રી ચિંતન વૈષ્ણવ દ્વારા ઇન્ટરવેન્શન્સ અને ત્યારબાદ અન્ય દેશોના પ્રતિનિધિઓ દ્વારા ઇન્ટરવેન્શન્સ કરવામાં આવશે.અજય કે સૂદ સમાપન સત્રને સંબોધિત કરશે. આ જ દિવસે, મહાત્મા મંદિર ક્ધવેન્શન સેન્ટરના કોન્ફરન્સ રૂમ ખાતે ક્વોડ અઈં એન્ગેજ મીટિંગ યોજાશે. એમએમસીસીના સેમિનાર હોલ 3 ખાતે સાંજે 6.00 થી 6.45 વાગ્યા દરમિયાન મીડિયા માટે પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરવામાં આવશે. ત્યારબાદ પ્રતિનિધિઓ મહાત્મા મંદિર ખાતે સ્થિત પ્રતિષ્ઠિત દાંડી કુટિરની મુલાકાત લેશે. આ ઉપરાંત, 29મી ઓગસ્ટના રોજ સમાપન દિવસે વહેલી સવારે સીએસએઆર મીટિંગમાં પધારેલા પ્રતિનિધિઓ માટે વિશેષ હેરિટેજ વોકનું પણ આયોજન કરવામાં આવ્યું છે.