કોરોના મહામારીના કારણે તંત્રનો નિર્ણય: વાલીઓ દ્વારા ડે.કલેકટરને પાઠવાયું આવેદન
કોરોના મહામારીના કારણે શૈક્ષણીક કાર્ય ઠપ્પ થતા વિદ્યાર્થી વર્ગને ભારે હાલાકી પડી રહી છે. જેના લીધે વાલીઓ પણ ચિંતામાં મૂકાયા છે. ત્યારે ધોરાજીમાં ધો.૧૧ વિજ્ઞાન પ્રવાહ કલાસ ચલાવતી એકમાત્ર સ્કુલ એ ઝેડ કનેરીયા આવેલી છે.તે પણ બંધ કરવાનો તંત્રએ નિર્ણય કરતા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો છે. ધોરાજી સ્થિત આ એ ઝેડ કનેરીયા હાઈસ્કુલમાં ગરીબ પરિવારના કુલ ૮ વિદ્યાર્થીઓએ ધો.૧૧ સાયન્સ માટે એડમીશન લીધું હતુ આ વિદ્યાર્થીઓને થોડા મહિનાઓ માટે ઓનલાઈન શિક્ષણ અપાયું હતુ. પરંતુ હવે તંત્રએ સ્કુલ જ બંધ કરી દેવાનો નિર્ણય કરતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાયું છે. વિદ્યાર્થીઓને શિક્ષણ મળે અને આગામી સત્રાંત પરિક્ષાની તેમની ચિંતા દૂર થાય તેને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓએ તંત્રને રજૂઆત કરી છે. ધોરાજીનાં ડે. કલેકટરને આવેદનપત્ર પાઠવી ધો.૧૧ સાયન્સ વર્ગ બંધ કરવાનો નિર્ણય પાછો ખેંચવાની ઉગ્ર રજૂઆત કરી હતી. શાળાના આચાર્યને પણ લેખીતમાં રજૂઆત કરી માંગ સંતોષવા અનુરોધ કર્યો હતો.