ખાતરના ભાવ વધે નહિને ખેડૂતોને તકલીફ ન પડે તેની ચિંતા  વડાપ્રધાન કરી છે

જૂનાગઢ ખાતે જૂનાગઢ જિલ્લા સહકારી બેંક અને સોરઠ દૂધ ઉત્પાદક સંઘની સાધારણ સભા અને કુષિ શિબિર પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની વિષેશ ઉપસ્થિતિમાં યોજાઇ હતી.

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું કે, સહકારી ક્ષેત્રને આપ સૌના સાથ અને સહકારના કારણે વધુ મજબૂત કર્યુ છે. સહકારી બેંકને 43 કરોડનો નફો થયો છે અને 10 ટકા ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી તેના કારણે સભા સદોને  10 ટકા જેટલુ વળતર મળશે. ડેરીમાં પણ 3.71 કરોડનો નફો થયો છે. એક બેંક અને ડેરી જે વિસ્તારમાં ઇન્ડસ્ટ્રી ન હોય તેમ છતા નફો કરે તેનુ કારણ સહકારી બેંકોને સાથ મળે છે,અને તેના કારણે જિલ્લામાં સમૃદ્ધી વધે છે. અનેક રાજયોમાં સહકારી બેંકો ચાલે છે પરંતુ તેમનુ ભાવી ડામાડોળ છે. ગુજરાતમાં અંદાજે 317 જેટલી મોટી સહકારી સંસ્થાઓ છે તેમા મોટા ભાગની સંસ્થાઓમાં ભાજપના કાર્યકરો જવાબદારી સંભાળી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબ સતત દેશના ખેડૂતોની આવક બમણી થાય તે માટે પ્રયત્ન કરી રહ્યા છે. ખેડૂતોને ટેકનોલોજી સાથે ખેતી કરે તે માટે પ્રોત્સાહન આપી રહ્યા છે. ખેડૂતોને વ્યાજબી ભાવે સમયસર ખાતર મળે તે માટે સરકાર કટીબદ્ધ છે. ખેડૂતોના ખાતામાં આજે સિધા રૂપિયા જમા થાય છે તે એક માત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબેના માર્ગદર્શનમાં થયુ છે.ખાતરના ભાવ વધે નહી તેના માટે સબસીડી પણ વધારી તેમજ દેશના ખેડૂતોને તકલીફ ન પડે તેની ચિંતા  કેન્દ્ર સરકારે કરી છે. 15મી ઓગષ્ટે લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વિશ્વકર્મા માટે કરોડો રૂપિયાની યોજના જાહેર કરી છે.

આ પ્રસંગે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, જીલ્લા પ્રમુખ કિરીટભાઈ પટેલ, ગીર સોમનાથ જીલ્લા પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠીયા,પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા, ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચા,સંગઠનના પ્રભારી દિલીપભાઈ પટેલ, પૂર્વ કેબીનેટ મંત્રી જશાભાઈ બારડ, સાવજ ડેરીના ચેરમેન  દીનેશભાઈ ખટારીયા,વાઈઝ ચેરમેન મનુભાઈ ખોટી, ડો ડી.પી.ચકલીયા, જેઠાભાઈ પાનેરા, બેંક અને ડેરીના સદસ્ય,ડીરેક્ટર,ખેડૂતો સહીત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.